Breaking News: આ સમયના મોટા સમાચાર બાંગ્લાદેશથી આવી રહ્યા છે. અહીં બાંગ્લાદેશ વાયુસેનાનું એક F7 તાલીમ વિમાન આજે બપોરે ઢાકામાં ક્રેશ થયું. આ દુર્ઘટના બાંગ્લાદેશના ઉત્તરા વિસ્તારમાં બની હતી.

હાલમાં, વિમાન ક્રેશ થવાને કારણે તેમાં આગ લાગી છે, જેને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. જોકે, જાનહાનિ વિશે હજુ સુધી સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.
ઢાકાના ઉત્તરી ઉત્તરા વિસ્તારમાં બાંગ્લાદેશ વાયુસેનાનું એક તાલીમ વિમાન એક શાળાના કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય લોકો ઘાયલ થયા હતા, એમ સેના અને ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું.
અકસ્માતની માહિતી મળતા જ બાંગ્લાદેશ આર્મીના જવાનો અને ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના આઠ યુનિટ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમને માઇલસ્ટોન કોલેજ નજીક બપોરે 1:18 વાગ્યે વિમાન દુર્ઘટનાની માહિતી મળી હતી, ત્યારબાદ ત્રણ યુનિટ ઘટનાસ્થળે કામ કરી રહ્યા છે, જ્યારે બે અન્ય યુનિટ રસ્તા પર તૈયાર છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઇલસ્ટોન કોલેજના કેમ્પસમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે. જોકે, અકસ્માતમાં કેટલા લોકો ઘાયલ થયા છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. કેટલાક સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પોસ્ટમાં પાઇલટની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ વાતની પુષ્ટિ થઈ નથી.
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના રિપોર્ટથી કઈ કઈ શંકાઓ દૂર થઈ, હજી સુધી શું જાણી શકાયું નથી?
આ પણ વાંચો:નજરની સામે દિકરો જીવતો સળગી ગયો, અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ પણ જીવન સામાન્ય નથી થયું
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ : તપાસ રિપોર્ટ બે દિવસમાં થશે જાહેર, રિપોર્ટ 30 દિવસમાં સબમિટ કરવાનો નિયમ
