New Delhi News/ અમદાવાદ પ્લેન ક્રેશ : તપાસ રિપોર્ટ બે દિવસમાં થશે જાહેર, રિપોર્ટ 30 દિવસમાં સબમિટ કરવાનો નિયમ

અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી કે એ એન્જિન ફેલિયર, ઇંધણ પુરવઠાની સમસ્યા કે કોઈ ટેક્નિકલ ખામીને કારણે થયું છે

Top Stories India

New Delhi News : 270 જણાનો ભોગ લેનારા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો રિપોર્ટ બે દિવસમાં જાહેર કરવામાં આવશે. આ કેસની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) કરી રહ્યો છે. જોકે નિયમ મુજબ અકસ્માતના 30 દિવસની અંદર રિપોર્ટ અપલોડ કરવાનો હોય છે. સમાચાર એજન્સી PTIએ સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.અગાઉ સમાચાર આવ્યા હતા કે AAIBએ કેન્દ્ર સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સુપરત કર્યો છે. આ અહેવાલ પ્રાથમિક તપાસ અને ટેક્નિકલ વિશ્લેષણમાં મળેલા પુરાવાના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે સૂત્રોએ કોઈપણ પ્રાથમિક અહેવાલ રજૂ કરવાનો ઇનકાર કર્યો હતો.

12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેક-ઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. કુલ 270 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ-સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચ્યો હતો.

રાજ્યમંત્રીએ કહ્યું હતું, આ પહેલીવાર છે, જ્યારે બંને એન્જિન ફેલ થયાં

આ પહેલાં 28 જૂનના રોજ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે કહ્યું હતું કે પ્લેન ક્રેશની તપાસ તમામ દૃષ્ટિકોણથી કરવામાં આવી રહી છે, જેમાં ષડ્યંત્રની શક્યતાનો પણ સમાવેશ થાય છે. વિગતવાર ફાઈનલ તપાસ રિપોર્ટ 3 મહિનામાં આવી શકે છે.

12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેક-ઑફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલના બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. 270 લોકો માર્યા ગયા હતા, જેમાં 241 મુસાફરો અને ક્રૂ-સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર જીવતો બચી ગયો હતો.

વિગતવાર રિપોર્ટ 3 મહિનામાં આવવાની શક્યતા છે

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી કે એ એન્જિન ફેલિયર, ઇંધણ પુરવઠાની સમસ્યા કે કોઈ ટેક્નિકલ ખામીને કારણે થયું છે. બ્લેક બોક્સ ભારતમાં જ છે, એને વિદેશ મોકલવામાં આવશે નહીં. એમાં રહેલા CVR અને FDRની તપાસ કરવામાં આવી રહી છે. વિગતવાર રિપોર્ટ 3 મહિનામાં આવવાની અપેક્ષા છે.

તેમણે કહ્યું હતું કે DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય)ના આદેશ પર એર ઇન્ડિયાનાં તમામ 33 ડ્રીમલાઇનર વિમાનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને બધું સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત એક અપવાદ હતો, હવે લોકો ભય વિના મુસાફરી કરી શકે છે. AAIB દરેક એંગલથી એની તપાસ કરી રહ્યું છે. CCTV ફૂટેજ જોવામાં આવી રહ્યા છે અને ઘણી એજન્સીઓ સંયુક્ત તપાસમાં રોકાયેલી છે.

એર ઇન્ડિયા ડ્રીમલાઇનર વિમાન દુર્ઘટનાની તપાસમાં સંયુક્ત રાષ્ટ્ર સામેલ થશે. ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર ઉડ્ડયન સંસ્થા ICAO (આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન)ના નિષ્ણાતને ઓબ્ઝર્વર તરીકે સામેલ લેવાની મંજૂરી આપી છે. ICAOએ તપાસમાં સામેલ થવાની મંજૂરી માગી હતી. ભારતે પારદર્શિતા સાથે તપાસ કરવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રને આમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.

13 જૂનથી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) ટીમ દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. એમાં એવિએશન મેડિકલ નિષ્ણાતો, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અધિકારીઓ અને યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI 171 અમદાવાદથી લંડન જઈ રહી હતી. એમાં કુલ 230 મુસાફરો હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આમાં 103 પુરુષ, 114 મહિલા, 11 બાળક અને 2 નવજાત શિશુનો સમાવેશ થાય છે, બાકીના 12 ક્રૂ-મેમ્બર હતા. આ અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું.

પાઇલટે મેડે કોલ કર્યો હતો

Flightradar24 મુજબ, વિમાનનો છેલ્લું સિગ્નલ 190 મીટર (625 ફૂટ)ની ઊંચાઈ પર મળ્યું હતું, જે ટેક-ઓફ પછી તરત જ આવ્યું હતું. ભારતના નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCAએ જણાવ્યું હતું કે વિમાને 12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે રનવે 23 પરથી ઉડાન ભરી હતી. ટેક-ઓફ પછી વિમાનના પાઇલટે એર ટ્રાફિક કંટ્રોલરને મેડે કોલ (ઇમર્જન્સી મેસેજ) મોકલ્યો, પરંતુ એ પછી કોઈ જવાબ મળ્યો નહીં.DGCAના જણાવ્યા મુજબ, વિમાનમાં બે પાઇલટ અને 10 કેબિન ક્રૂ સહિત કુલ 242 લોકો સવાર હતા. પાઇલટને 8,200 કલાકનો ઉડાનનો અનુભવ હતો અને કો-પાઇલટને 1,100 કલાકનો ઉડાનનો અનુભવ હતો.

 જાણો બ્લેક બોક્સ શું છે…

બ્લેક બોક્સ એ વિમાનમાં લગાવેલું એક નાની સાધનસામગ્રી છે. એ ઉડાન દરમિયાન વિમાનની ટેક્નિકલ અને વોઈસ સંબંધિત માહિતી રેકોર્ડ કરે છે. બ્લેક બોક્સ બે મુખ્ય રેકોર્ડરથી બનેલું છે. કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) પાઇલટ્સની વાતચીત રેકોર્ડ કરે છે તેમજ ફ્લાઇટ ડેટા રિકવરી (FDR) વિમાનની ટેક્નિકલ માહિતી, જેમ કે સ્પીડ, ઊંચાઈ, એન્જિન કામગીરી રેકોર્ડ કરે છે.

‘બ્લેક બોક્સ’ નામ વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર, એની અંદરનો બાગ બ્લેક રહેતો હતો, તેથી એને આ નામ મળ્યું. બીજો અભિપ્રાય એ છે કે અકસ્માત પછી આગને કારણે એનો રંગ કાળો થઈ ગયો, તેથી લોકોએ તેને “બ્લેક બોક્સ” કહેવા લાગ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:11Aનું રહસ્ય: થાઈ એરવેઝ અને એર ઈન્ડિયા ફ્લાઈટમાં મુસાફરનો જીવ બચવો એ સંયોગ કે હકીકત?

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: ઝડપથી મૃતદેહો પરિવારને મળે તેવા પ્રયત્ન ચાલુ: હર્ષ સંઘવી

આ પણ વાંચો:એર ઈન્ડિયા પાસે બોઈંગનાં 26 વિમાન, ભારતમાં બોઈંગ 787-8 ડ્રીમલાઇનરની શું છે સ્થિતિ?