Banaskantha News: બનાસકાંઠાના (Banaskantha) ભાભરમાં (Bhabhar) ખાડાથી (Potholes) લોકો ત્રાહિમામ થયા છે. વાવ સર્કલ પાસે વાહનચાલકોને વાહન ચલાવતી વખતે ઈજા પામવાનો ભય રહેલો હતો જેથી પોલીસે જાતે રસ્તાના ખાડા પૂરવાના શરૂ કર્યા છે. હાઇવે ઓથોરીટીએ કામ ન કરતા પોલીસ મેદાને આવી છે.

ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ (Heavy Rain) વરસ્યો હતો. અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓ, બ્રિજ તૂટી ગયા હતા. રસ્તાઓ વરસાદના પાણીમમાં ધોવાઈ ગયા હતા. રોડ મટિરિયલ ઉખડતા રોડ પર ખાડા પડી ગયા હતા. ક્યાંક નાના તો ક્યાંક મોટા ભુવાઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું તેમ ગામવાસીઓનું કહેવું છે. જે કામ હાઈવે ઓથોરિટીનું છે તે કામ ભાભર પોલીસ કરી રહેલી જોવા મળી છે.

રસ્તાઓ પર પડેલ મોટા ખાડાઓએ જીવલેણ સ્વરૂપ ધારણ કરતા ભાભર પોલીસે અગમચેતીના ભાગરૂપે ખાડા પૂરવાનું શરૂ કરી દીધું છે. જીવની કિંમત અને અકસ્માતની ગંભીરતા પોલીસે સમજી ખાડા પૂર્યા હતા. જેની જવાબદારી હતી નિદ્રામાં અને ભાભર પોલીસે માનવતા બતાવી છે. પોલીસ અને ટી આર બી જવાનોએ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી છે. બનાસકાંઠાના ભાભર પોલીસની ખાડા પૂરવાની કામગીરી સરાહનીય છે અને વહીવટી તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

રાજકોટના ઉપલેટાના રસ્તાઓ બિસ્માર બન્યાની ઘટનાઓ સામે આવી હતી. વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની ગઈ હતી. ઉપલેટાથી ધોરાજી તરફ જતા બ્રિજ પર ગાબડા પડ્યાનું પણ સામે આવ્યું છે. નગરપાલિકાની નબળી કામગીરીથી રાજકોટવાસીઓ હેરાન થઈ ગયા છે. ઉપલેટા નગરપાલિકા પ્રજાની રજૂઆતોને ધ્યાને લે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. વરસાદ પછી રસ્તાઓ પર ચાલવું કઠિન બની ગયું છે. વાહન સાથે ખાડામાં પડી ગયા તો.. તેવો ભય લોકોને થઈ રહ્યો છે.
આ પણ વાંચો:સાબરકાંઠામાં ખાડામાં માટી પુરી કોંગ્રેસનો અનોખો વિરોધ
આ પણ વાંચો:રાજકોટમાં રસ્તાઓ બન્યા બિસ્માર, ખાડાઓ ‘જીવલેણ’
આ પણ વાંચો:ભાવનગરમાં બે બાળકોના પાણીના ખાડામાં ડૂબી જતાં મોત
