Pride Yatra/ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ લીલીઝંડી બતાવી ભાજપની ગૌરવ યાત્રાનો કરાવ્યો પ્રારંભ

રાજ્યના પાંચ અલગ-અલગ સ્થળેથી ગૌરવ યાત્રા શરુ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બેચારજીથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે

Top Stories Gujarat
  • આજથી ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ
  • જે.પી નડ્ડાએ બેચરાજી થી યાત્રાનો પ્રારંભ કરાવ્યો
  • CM અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ બેચરાજીથી યાત્રામાં
  • ગૌરવ યાત્રા પહેલા માતાને શીષ ઝુકાવવા પહોંચ્યા CM
  • પ્રદેશ પ્રમુખ અને રાષ્ટીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ પહોંચ્યા
  • બેચરાજી મંદિરના ટ્રસ્ટીઓએ કર્યું મહાનુભાવોનું સ્વાગત
  • ભાજપના કાર્યકતાઓ પણ કર્યું સ્વાગત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી ગઇ છે. સત્તાપક્ષ ભાજપે આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું છે.  રાજ્યના પાંચ અલગ-અલગ સ્થળેથી ગૌરવ યાત્રા શરુ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બેચારજીથી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. લીલીઝંડી બતાવી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતાના આશીર્વાદ લીધા હતા.સીએમ સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સામેલ હતા. બેચરાજી મંદિરના ટ્રસ્ટીઓએ મહાનુભાવોનું સ્વાગત પણ કર્યો હતો .

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા બુધવારે આવી બે યાત્રાને લીલીઝંડી આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના અલગ અલગ પાંચ ધાર્મીક સ્થળેથી આ યાત્રાનો પ્રારંભ થવાનો છે. 10 દિવસ સુધી આ યાત્રા ગુજરાતના 182 વિધાનસભાની બેઠકોમાંથી 144 સીટોના સ્થળો સુધી પહોચવાનો અભિગમ છે.

પાર્ટીના નેતાઓ પ્રમાણે પહેલી બે યાત્રા મહેસાણા જિલ્લાના બહુચરાજીથી કચ્છ જિલ્લાના માતાના મઢ સુધી જશે. બહુચરાજીમાં વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલુ છે. બીજી યાત્રા દ્વારકાથી પોરબંદર સુધી જશે. આ બંને યાત્રાને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા લીલીઝંડી આપી પ્રસ્તાન કરવાશે. ત્રીજી યાત્રા અમદાવાદ જિલ્લાના જંજરકાથી નીકળીને અમદાવાદના સોમનાથ સુધી જશે. જ્યારે ચોથી યાત્રા નવસારી જિલ્લાના ઉનાઈથી દક્ષિણ ગુજરાતના ખેડા જિલ્લા સુધી જશે. આ સાથે મળતી માહિતી પ્રમાણે પાંચમી યાત્રા ઉનાઈથી અંબાજી સુધી જશે.