Navsari News/ નવસારીમાં ભાજપના કાર્યકરે આદિવાસી યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, એટ્રોસિટીની પણ ફરિયાદ

અમારો દીકરો તારા જેવી સત્તર છોકરીઓ સાથેના સંબંધમાં છે, તું અઢારમી છે.

Top Stories Gujarat

Navsari News: નવસારી (Navsari)માં ભાજપના મીડિયા સેલ (BJP Media Cell)ના પૂર્વ કન્વીનર અને ટેટૂ આર્ટિસ્ટ જય સોની (Jay Soni)એ આદિવાસી યુવતીને ફોસલાવી આદિવાસી સમાજની યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો યુવતીએ આક્ષેપો સાથેની અરજી કરતા ખળભળાટ મચી ગયો છે. જેમાં નવસારી ડીવાયએસપીએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ (Atrocity Act) હેઠળ ફરિયાદ નોંધી છે, આ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

નવસારીમાં ટેટૂ બનાવનાર શખ્સ જય સોની (Jay Soni) સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદિવાસી સમાજ (Adivasi Samaj)ની યુવતીએ એક વર્ષ પહેલા જય સોનીએ મારા શરીરે ટેટૂ પાડી મારો મોબાઈલ નંબર લીધો હતો, મને હગ કરી લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમજ પત્નીને છુટાછેડા આપી લગ્ન કરી સાથે રહેવાના સપનાં બતાવી સંબંધ બાંધ્યા હતા. જોકે, બાદમાં યુવતી ગર્ભવતી બનતા ભાજપના પૂર્વ કન્વીનર જય સોની (Jay Soni)ને જણાવતાં તેને બ્લેકમેલ કરી હતી. જય સોનીએ ઈમોશનલ બ્લેકમેલ કરતા કહ્યું કે, જો હું ગર્ભપાત નહીં કરાઉ તો તે હું તારી સાથે લગ્ન નહીં કરૂં. આ પછી તેણે મને ગર્ભપાતની ગોળીઓ ખવડાવી અને ગર્ભપાત માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો.

Woman 'raped' in Pietermaritzburg police station | The Witness

પરંતુ આ ઘટના પછી પણ મારી તબિયત સારી નહોતી રહેતી. તબિયત નાદુરસ્ત રહેવા છતાં તે મને ઘણી વખત તેના ઘરે અલગ અલગ જગ્યાએ, ટેટૂના સ્ટુડિયોમાં અને કારમાં લઈ ગયો અને મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, મને ફરીથી લગ્ન કરવાની લાલચ આપી હતી. પીડિત યુવતીએ કહ્યું, ‘જ્યારે હું ભાજપ કાર્યકર જય સોની (Jay Soni)ના ઘરે ગઈ અને લગ્નની વાત કરી, ત્યારે જય સોનીના માતા-પિતાએ બેશરમીથી કહ્યું, અમારો દીકરો તારા જેવી સત્તર છોકરીઓ સાથેના સંબંધમાં છે, તું અઢારમી છે. અમે તમારા જેવા કોઈને ઘરે પણ રાખતા નથી.’ આટલું કહ્યા બાદ તેના માતા-પિતાએ જાતિવાદી અપશબ્દો (Atrocity)નો ઉપયોગ કરીને અપમાન કર્યુ હતું. આ સમગ્ર અરજીના આધારે નવસારી શહેર પોલીસમાં ભાજપના પૂર્વ કન્વીનર જય સોની વિરુદ્ધ બળાત્કાર અને ત્રાસની ફરિયાદ નોંધાવી અને ધરપકડની પ્રક્રિયા શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા એટ્રોસિટી એક્ટ મુજબ FIR નોંધાઈ

આ પણ વાંચો:મહેસાણાના સમરાપુરના સરપંચ હેમસિંહ ચૌહાણ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ

આ પણ વાંચો:એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ