Mahesana News: મહેસાણામાં સમરાપુર ગામના સરપંચ હેમસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધાઈ છે. તેમણે પોલીસ સાથે દુર્વ્યવહાર કરતાં ફરિયાદ નોંધાઈ છે. સમરાપુર ગામના સરપંચ સામે ફરિયાદ નોંધાઈ છે. દારૂના અડ્ડાઓ સામે સરપંચે ફરિયાદ આપી હતી. સરપંચે ફરિયાદ આપ્યા પછી પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી. દારૂના અડ્ડાઓ સામે ફરિયાદ પછી પણ કોઈ કાર્યવાહી ન થતાં સરપંચ આઉટપોસ્ટમાં ગયા હતા. ફરિયાદ બાદ પણ પોલીસની નિષ્ક્રીયતાના પગલે સરપંચ ઉશ્કેરાયા હતા.
સરપંચે પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. સરપંચે આદિવાસી સમાજ વિશે અણછાજતી ટિપ્પણી કરી હતી. હાજર પોલીસ સ્ટાફ સાથે દુર્વ્ય્વહાર મામલે ગુનો નોંધાયો હતો. પોલીસ કર્મચારીએ એટ્રોસિટીના એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ આખી ઘટના સતલાસણા પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટની બની હતી. સુદાસણા-વજાપુર આઉટપોસ્ટમાં બનાવ બન્યો હતો. દારૂના કાળા કારોબાર સામે સરપંચે ફરિયાદ આપી હતી. સરપંચની ફરિયાદમાં કોઈ કાર્યવાહી ન થતાં તે આઉટપોસ્ટમાં ગયા હતા.આઉટપોસ્ટમાં હાજર સ્ટાફને દારૂની ફરિયાદ બાબતે પૂછપરછ કરી હતી. ફરિયાદ પછી કાર્યવાહી ન થવાના લીધે સરપંચ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા સરપંચે પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. સરપંચે જણાવ્યું હતું કે પોલીસવાળા રૂપિયાના ભૂખ્યા છે. પૈસા માટે તમારી માબેન સાથે પણ ધંધો કરાવો એવા છે. તેની સાથે આદિવાસી સમાજ વિશે પણ અણછાજતી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજ દારૂ વેચવાનો, દારૂ પીવાનો અને દારૂના હપ્તા લેવા સિવાય બીજો કોઈ ધંધો કરતાં નથી.
આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ
આ પણ વાંચો: કોંગ્રેસના નેતા અપૂર્વ પટેલની મુશ્કેલીઓમાં થયો વધારો, લીડર સહિત ૩ લોકો સામે નોંધાઈ એટ્રોસિટીની ફરિયાદ
