મુંદ્રા પોર્ટ/ મુંદ્રા પોર્ટમાંથી કાપડની આડમાં સંતાડેલી સિગારેટ ઝડપાઇ

આ નાણાકીય વર્ષમાં DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ પાંચમી મોટી જપ્તી છે. જપ્તીઓની કુલ કિંમત 135 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.

Top Stories Gujarat Others
  • કચ્છમાં સિગારેટનો જથ્થો ઝડપાયો, 
  • વિદેશી બ્રાન્ડની સિગારેટનો ઝડપાયો જથ્થો
  • મુન્દ્રાના ખાનગી CFS વિસ્તારમાં DRIની કાર્યવાહી
  • 33 કરોડની કિંમતની સિગારેટ ઝડપાઈ
  • કપડાના નામે ઘુસાડવામાં આવતી હતી સિગારેટ

મુંદ્રા પોર્ટ ડ્રગ અને અન્ય માદક પદાર્થો માટે કુખ્યાત બન્યું છે. ફરીએકવાર મુંદ્રા પોર્ટ ઉપરથી મોટી માત્રામાં વિદેશી સિગારેટ મળીઆવ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં  મુંદ્રા પોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે વિદેશી બ્રાન્ડનો જંગી જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ઝડપી પડેલી સિગારેટનું કુલ મૂલ્ય આશરે રૂ. 33 કરોડ રૂપિયા છે.

DRI દ્વારા 19મી ઑક્ટોબર 2022ના રોજ મુન્દ્રા પોર્ટ પરથી વિદેશી બ્રાન્ડની સિગારેટ માન્ચેસ્ટર અને મૅક આઇસ બ્રાન્ડ્સનું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેની અંદર આશરે કિંમત રૂ. 33 કરોડનિવિદેશી સિગારેટ મળી આવી હતી. કન્ટેનરમાં રેડીમેઈડ ગાર્મેન્ટસની આડમાં વિદેશી બ્રાન્ડની સિગારેટ લાવવામાં આવી રહી છે.

આ કન્ટેનરમાં મેક આઈસ બ્રાન્ડ સિગારેટના 328 કાર્ટન જેમાં લગભગ 32,80,000 સિગાર સ્ટીક્સ , માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના રોયલ રેડ વેરિઅન્ટના 50 કાર્ટન જેમાં લગભગ 5,00,000 સ્ટીક્સ સિગાર છે. આ તમામ સિગારેટનું મૂલ્ય આશરે રૂ. 33 કરોડ રૂપિયા છે, જે કસ્ટમ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવી છે. અને આ મામલે ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ નાણાકીય વર્ષમાં DRI અમદાવાદ દ્વારા સિગારેટ/ઈ-સિગારેટની આ પાંચમી મોટી જપ્તી છે. જપ્તીઓની કુલ કિંમત 135 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની બે જપ્તી કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં મુંદ્રા પોર્ટ પરથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું બીજુ કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું હતું.