Ranchi News: ઝારખંડની રાજધાની રાંચીની હોટવાર સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં 20 વર્ષના વિચારાધીન કેદી સાથે અમાનવીય વર્તન અને સામૂહિક દુષ્કર્મ થયાનો ગંભીર આરોપ (Ranchi Jail Assault Case) સામે આવ્યો છે. પીડિતના જણાવ્યા મુજબ, જેલમાં ત્રણ અલગ-અલગ તહેવારો દરમિયાન તેને સાડી પહેરાવી નશીલો પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પીડિતના પિતાની ફરિયાદના આધારે જેલ અધિક્ષક, વોર્ડ ઇન્ચાર્જ, મેડિકલ ઓફિસર સહિત કુલ 19 લોકો સામે FIR નોંધવામાં આવી છે.
Ranchi Jail Assault Case: જેલમાંથી છૂટ્યા બાદ પરિવારને જણાવી આપવીતી
મળતી માહિતી મુજબ, રાંચીના રાતુ પોલીસ સ્ટેશન વિસ્તારનો 20 વર્ષીય યુવક એક કેસમાં વિચારાધીન કેદી તરીકે હોટવાર જેલ (Hotwar Central Jail)માં બંધ હતો. 12 જૂન, 2026ના રોજ રાંચીની અદાલતે તેને નિર્દોષ જાહેર કરતાં તે જેલમાંથી મુક્ત થયો હતો.
જેલમાંથી બહાર આવ્યા બાદ યુવક માનસિક રીતે ખૂબ જ પરેશાન રહેતો હતો. તેની સ્થિતિને કારણે પરિવારજનો શરૂઆતમાં પોલીસ ફરિયાદ કરી શક્યા નહોતા. જોકે, સમય જતાં તેની સ્થિતિમાં સુધારો થતાં તેણે પરિવારને જેલમાં પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી.
ત્રણ તહેવારો દરમિયાન અત્યાચારનો આરોપ
પીડિતના આક્ષેપ મુજબ, મહાશિવરાત્રી, રામનવમી અને સરહુલના તહેવારો દરમિયાન જેલમાં કેટલાક કેદીઓએ તેને બળજબરીથી સાડી પહેરાવી હતી. ત્યારબાદ નશીલો પદાર્થ પીવડાવી તેની સાથે ત્રણ વખત સામૂહિક દુષ્કર્મ આચર્યું (Prisoner Assault Case) હોવાનો આરોપ છે.
યુવકના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને રક્તસ્રાવ પણ થયો હતો. તેણે વોર્ડ ઇન્ચાર્જને આ અંગે જાણ કરી હોવા છતાં જેલ પ્રશાસન તરફથી સારવાર કે મદદ ન મળ્યાનો પણ આક્ષેપ કર્યો છે.
જેલ અધિક્ષક સહિત 19 લોકો સામે FIR
યુવકના પિતાએ ગુરુવારે રાંચીના ખેલગાંવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી (Ranchi Police FIR) હતી. તેના આધારે પોલીસે જેલ અધિક્ષક, વોર્ડ ઇન્ચાર્જ, મેડિકલ ઓફિસર અને એક ડઝનથી વધુ કેદીઓ સહિત કુલ 19 લોકો સામે ગુનો નોંધ્યો છે.
હાલ પોલીસ આ ગંભીર મામલાની તપાસ કરી રહી છે. ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની સત્યતા તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
હોટવાર જેલની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલ
હોટવાર જેલની સુરક્ષા અને શિસ્ત વ્યવસ્થાને લઈને અગાઉ પણ સવાલો ઊઠી ચૂક્યા છે. નવેમ્બર 2025માં કથિત દારૂ કૌભાંડના કેસમાં જેલમાં બંધ બે કેદીઓનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ જેલના કેટલાક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
હવે કેદી સાથે થયેલા કથિત અત્યાચારના આક્ષેપોને પગલે જેલની આંતરિક વ્યવસ્થા અને કેદીઓની સુરક્ષાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં મોટો નિર્ણય: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ
આ પણ વાંચો: અમદાવાદના શહેરકોટડામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ: બ્લેકમેલ કરીને હોટેલમાં લઈ ગયા, બે આરોપી ઝડપાયા
આ પણ વાંચો: હોસ્પિટલમાં બીમાર સંબંધીની સંભાળ રાખવા આવેલી નબલિક બાળકી પર સામૂહિક દુષ્કર્મ
