Ahmedabad News/ અમદાવાદના શહેરકોટડામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ: બ્લેકમેલ કરીને હોટેલમાં લઈ ગયા, બે આરોપી ઝડપાયા

અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાં યુવતીને અંગત તસવીરો વાયરલ કરવાની અને પરિવારને નુકસાન પહોંચાડવાની ધમકી આપીને બે શખ્સોએ હોટેલમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ (Ahmedabad Gangrape Case) આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Ahmedabad Gangrape Case: બ્લેકમેલ બાદ યુવતી પર સામૂહિક દુષ્કર્મ

Ahmedabad News: અમદાવાદ શહેરના શહેરકોટડા વિસ્તારમાંથી મહિલાની સુરક્ષાને ઝંઝોળી નાખે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક યુવતીને તેની અંગત તસવીરો જાહેર કરવાની ધમકી આપી બે શખ્સોએ બ્લેકમેલ કરી હોટેલમાં લઈ જઈ સામૂહિક દુષ્કર્મ આચર્યું (Ahmedabad Gangrape Case) હોવાનું સામે આવ્યું છે. પીડિતાએ 23 મેના રોજ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ધરપકડ કરી લીધી છે.

Ahmedabad Gangrape Case: શું છે સમગ્ર મામલો?

શહેરકોટડા પોલીસ મથકના પીઆઇ વી. જે. ચૌધરીના જણાવ્યા અનુસાર પીડિતા તેના એક પરિણીત મિત્ર સાથે અવારનવાર બહાર ફરવા અને જમવા જતી હતી. આ દરમિયાન મિત અને તેજસ નામના બે યુવકો તેના સંપર્કમાં આવ્યા હતા.બાદમાં બંને આરોપીઓએ યુવતી અને તેના પરિણીત મિત્રના અંગત ફોટા પોતાની પાસે હોવાનો દાવો કરીને તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ તસવીરો સમાજમાં વાયરલ કરવાની અને પરિવારને જાનમાલનું નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.

હોટેલમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ

પોલીસ મુજબ ડર અને બદનામીનો લાભ ઉઠાવી બંને આરોપીઓ યુવતીને નિકોલ વિસ્તારની એક હોટેલમાં લઈ ગયા હતા, જ્યાં બે વખત તેની સાથે સામૂહિક દુષ્કર્મ (Ahmedabad Gangrape Case) આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપી મિત ઉર્ફે મયંક મકવાણા અને તેજસ ઉર્ફે જોગી ચાચા લેઉવાને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પરિણીત છે અને છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.

વીડિયો બનાવ્યાની પણ આશંકા

પીડિતાએ આશંકા વ્યક્ત કરી છે કે દુષ્કર્મ (Ahmedabad Gangrape Case) દરમિયાન આરોપીઓએ મોબાઈલ ફોનમાં વીડિયો પણ ઉતાર્યો હોઈ શકે છે. આ મામલાને ગંભીરતાથી લઈને પોલીસે બંને આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કર્યા છે અને FSLની મદદથી ડિજિટલ પુરાવાની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે બંને આરોપીઓના મેડિકલ ટેસ્ટ, ઘટનાસ્થળનું પંચનામું અને અન્ય વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદ: યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે નવો વળાંક

આ પણ વાંચો:અમદાવાદમાં હચમચાવનારો ગુનો: 8 વર્ષના માસૂમ સાથે દુષ્કર્મ, 21 વર્ષીય યુવક વિરુદ્ધ POCSO કેસ

આ પણ વાંચો:ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મના ત્રણ બનાવથી ચકચાર