Ahmedabad News: મે મહિનાની ગરમીમાં ફરવા જતા અને અમદાવાદથી બીજા રાજ્યોમાં વતન જતાં મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદથી મુંબઈ અને પટણાની સમર સ્પેશ્યલ ટ્રેન (Summer Special Train) લંબાવવામાં આવી છે. અમદાવાદ અને પટણા જતી ટ્રેનના ફેરામાં વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે-સાથે અમદાવાદ મુંબઈ સ્પેશયલ ટ્રેન પણ લંબાવવામાં આવી છે.

સમર સ્પેશ્યલ ટ્રેન (Summer Special Train) લંબાવાઈ
રેલ્વેએ મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ પટણા સમર સ્પેશ્યલ ટ્રેન 27મી મે સુધી દોડાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેન (Summer Special Train) 30 જુલાઈ સુધી દોડાવવામાં આવશે. રેલ્વેમાં ઉનાળા દરમિયાન વધતી જતી ભીડને ધ્યાનમાં રાખતા રેલ્વે વિભાગે આ નિર્ણય લીધો છે.

સમર સ્પેશ્યલ ટ્રેન (Summer Special Train)ની ફ્રીકવન્સી વધારાઈ
રેલ્વે વિભાગે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ રીતે સમર સ્પેશ્યલ ટ્રેનોને લંબાવવામાં આવતા આગામી દિવસોમાં લોકધસારાને પહોંચી વળવામાં આવશે. તેના પગલે લોકોને રાહત થશે. તેની સાથે વધારે ટ્રેનો હોવાથી લોકો સ્ટેશનો પર ભીડ પણ ઓછી કરશે, કારણ કે તેમને વિશ્વાસ આવશે કે તેમને ટિકિટ મળી જશે.

વેઇટિંગની લાંબી યાદીમાંથી છૂટકારો મળવાની શક્યતા
રેલ્વે મંત્રાલય આ માટે તેની ઓનલાઇન ટિકિટ વિન્ડોને પણ સતત અપડેટ કરવા માંડ્યુ છે, જેથી લોકોને સમર સ્પેશ્યલ ટ્રેનની ખબર પડે અને નિયમિત ટ્રેનોમાં ટિકિટ ન મેળવી શકનારા અને વેઇટિંગની લાંબી યાદીમાં રાહ જોનારા લોકોને રાહત મળશે. તેઓ તેમાથી તેમની ટિકિટ રદ કરાવીને આ પ્રકારે સમર સ્પેશ્યલ ટ્રેનોમાં ટિકિટ મેળવી શકે છે. તેથી નિયમિત જતી ટ્રેનો પરનો બોજો પણ ઘટશે.
આ પણ વાંચો: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને દાનાપુર વચ્ચે ઉનાળુ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
આ પણ વાંચો: ઉનાળુ વેકેશમાં દોડાવવામાં આવશે આ ખાસ ટ્રેન
આ પણ વાંચો: વલસાડ-વેલાંકન્નિ સ્પેશિયલ ટ્રેન શરૂ: ગુજરાતથી તમિલનાડુની સીધી મુસાફરી
