Not Set/ સુરત/ સ્મીમેર હોસ્પિટલની બેદરકારીથી કોરોનાનાં દર્દીનુ મોત, આપ્યો આવો બેજવાબદાર જવાબ

  સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જી હા, બેદરકારીનાં કારણે હમેંશા વિવાદમાં જોવામાં આવતી સ્મીમેર હોસ્પિટલ દ્વારા કોરોનાં પોઝિટિવ વૃદ્ધાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા, ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ વૃદ્ધનું મોત થતા સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઇ છે.  વિદિત વિગતો પ્રમાણે 13 જુલાઈએ વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં વૃદ્ધને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પુણા […]

Gujarat Surat
 

સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જી હા, બેદરકારીનાં કારણે હમેંશા વિવાદમાં જોવામાં આવતી સ્મીમેર હોસ્પિટલ દ્વારા કોરોનાં પોઝિટિવ વૃદ્ધાને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા, ડિસ્ચાર્જ કરી દેવામાં આવેલ વૃદ્ધનું મોત થતા સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઇ છે. 

વિદિત વિગતો પ્રમાણે 13 જુલાઈએ વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાદમાં વૃદ્ધને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પુણા વિસ્તારમાં ઠાકોરદ્વાર સોસાયટીમાં રહેતા વયો વૃદ્ધ  કોરોના પોઝિટિવ મહિલાને ઘરે મૂકવાને બદલે કાપોદ્રા ખાતે મૂકી હોસ્પિટલનો સ્ટાફ રવાના થઇ ગયો હતો. કોરોના પોઝિટિવ મહિલા 5 દિવસથી સમીમેરમાં સારવાર હેઠળ હતા. મહિલાનું ઘરે પહોંચ્યાની ગણતરીની મિનિટોમાં મૃત્યુ નીપજ્યું હતું.

 ગઇ કાલે ઘરે પહોંચ્યા બાદ વૃદ્ધાનું કોરોનાનાં કારણે મોત નીપજ્યું હોય હોસ્પિટલની બેદરકારીનો પરિવારજનો દ્વારા આરોપ કરવામાં આવી રહ્યો છે. જો કોરોના પોઝિટિવ હોય તો કેવી રીતે હોસ્પિટલ કોઇ દર્દીને અને વૃદ્ધ દર્દીને આ રીતે બેજવાબદારપણા સાથે રજા આપી દે ?

કોરોના માટે ફરજ પરના કમિશનર સહિત જવાબદાર તમામ અધિકારીઓને  ફોન કરવામાં આવ્યા હતા, પણ કોઈ એ પણ ફોન રિસીવ ન કર્યો. સમીમેરના ડીન દ્વારા જવાબ આપવામાં આવ્યો કે, નવા દર્દીઓ આવતા હોય તેના માટે જગ્યા જોઈએ તે માટે જુના દર્દીઓને ઘરે મોકલવામાં આવે છે.  

કોરોનાનાં વૃદ્ધ દર્દીનું હોસ્પિટલની બેદરકારીનાં કારણે મોત નીજપ્યાના સમાચાર મડતા જ મોડી રાત્રે જ સ્થાનિક કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા અને તેમ જ નેતા ધીરુભાઈ લાઠીયા દર્દીને ઘરે એટલે કે, ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે, ગુસ્સે ભરાયેલા પરિજનનોને શાંત કરી કોવિડ-19ની ગાઈડ લાઈન મુજબ મૃતદેહનાં અંતિમ સંસ્કાર કરાયા છે. પરંતુ સમગ્ર મામલે સુરતની સ્મીમેર હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews