aahmedabad/ SV કોલેજમાં પરીક્ષામાં દરવાજા બંધ કરતા વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો

અમદાવાદની SV કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. SV કોલેજે પરીક્ષા સમયે કોલેજના દરવાજા બંધ કરી દેતા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

અમદાવાદની SV કોલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. SV કોલેજે પરીક્ષા સમયે કોલેજના દરવાજા બંધ કરી દેતા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. વિદ્યાર્થીઓએ હોબાળો કરતા પોલીસ બોલાવવવામાં આવી. કોલેજ પરીક્ષા ચાલતી હોવા દરમ્યાન પ્રિન્સિપાલની ગેરહાજરી જોવા મળી.

SV કોલેજમાં હાલમાં ઇન્ટરનલ પરીક્ષા ચાલી રહી છે. ઇન્ટરનલ પરીક્ષાનો સમય 8 વાગ્યાનો છે. દરમ્યાન કેટલાક વિદ્યાર્થીઓ પાંચ મિનિટ લેટ આવતા કોલેજના કર્મચારીઓ દ્વારા દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. પરીક્ષા સમયના માત્ર 5 મિનિટ જેટલા સમયમાં વિદ્યાર્થીઓ મોડા આવવાના કારણે કોલેજના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ બહુ રજૂઆત કરી છતાં તેમને કોલેજની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહી. કોલેજમાં પ્રિન્સિપાલ ગેરહાજર હોવાથી વિદ્યાર્થીઓ વધુ મૂંઝવણમાં જોવા મળ્યા. પ્રિન્સિપાલની ગેરહાજરીમાં કર્મચારીઓએ કડક વલણ અપનાવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ વધતા હોબાળો મચાવ્યો. SV કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજના દરવાજા બહાર હોબાળો મચાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિ નિયંત્રણમાં લીધી.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારે પરીક્ષાનો માહોલ ચાલુ છે. હાલમાં અનેક શાળાઓમાં સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા ચાલુ છે. જ્યારે આગામી સપ્તાહમાં ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. ત્યારે કોલેજમાં ચાલતી ઇન્ટરનલ પરીક્ષામાં મૂળ સમય કરતાં ફક્ત પાંચ મિનિટ જેટલા વિદ્યાર્થીઓ લેટ આવતા કોલેજ તંત્ર દ્વારા દરવાજા બંધ કરવામાં આવ્યા. શિક્ષણ સંસ્થાઓએ નિયમિતતાના પાઠ જરૂર ભણાવવા જોઈએ. પરંતુ કયારેક સમય અને સંજોગો અનુસાર નિર્ણય લેવાથી મોટા નુકસાન અને વિવાદથી દૂર રહી શકાય છે. SV કોલેજમાં વિદ્યાર્થીઓના હોબાળાનું પરિણામ શું આવશે ? કોલેજ ફરી પરીક્ષા લેશે કે પછી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા નથી આપી તેમને પરીક્ષા આપવા દેશે અથવા તો પછી તે વિદ્યાર્થીઓને ઇન્ટરનલ ગુણ આપી દેશે ? આવા અનેક પ્રશ્નો આ હોબાળા બાદ પણ ઉભા છે જેનો જવાબ આગામી સમયમાં મળી શકે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો