સુરેન્દ્રનગર/ પાટડીના રામગ્રીની સીમમાં ઓકળામાં છુપાવેલો હાઇવે ચોરીનો મુદામાલ ઝડપાયો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પલ્સર બાઇક અને લાઇફબોય સાબુના 12 બોક્સ મળી કુલ રૂ. 55200નો મુદામાલ ઝબ્બે કર્યા

Gujarat Others

પાટડી તાલુકાના માલવણ હાઇવે અને અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલુ વાહનોના રસ્સા અને તાડપત્રી કાપીને ચોરેલા મુદામાલ અંગે બાતમીના આધારે એલસીબીએ રામગ્રીની સીમમાં દરોડો પાડ્યો હતો. જેમાં આ દરોડામાં પોલિસે પલ્સર બાઇક અને લાઇફબોય સાબુના 12 બોક્સ મળી કુલ રૂ. 55200નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

પાટડી તાલુકાના ધ્રાંગધ્રા-માલવણ-વિરમગામ હાઇવે અને અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચાલુ વાહનોના રસ્સા અને તાડપત્રી કાપીને ખાસ મોડેસ ઓપરેન્ડીથી હાઇવે ચોરીના ગુન્હાને અંજામ આપી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરતી ગેન્ગને ઝબ્બે કરવા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલ સહિતના પોલિસ સ્ટાફે આ તાડપત્રી ગેન્ગના કુલ 20 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક એક્ટ અંતર્ગત ગુન્હો દાખલ કરી અત્યાર સુધીમાં આ ગેન્ગના 17 આરોપીઓને અટક કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

તેમ છતાં આ ગેન્ગ સાથે સંકળાયેલા અમુક ઇસમો હાઇવે ચોરીના અસંખ્ય ગુન્હાઓ તથા ગુકસીટોકના ગુન્હામાં નાસતા ફરતા ગેડીયાના આરોપી હનીફખાન ઉર્ફે કાળો મુન્નો અમીરખાન જત મલેક સાથે મળી અન્ય જીલ્લાની હદમાં હાઇવે ચોરીને અંજામ આપી તેનો મુદામાલ ગેડીયા તથા આજુબાજુના ગામોમાં તથા સીમ વિસ્તારમાં છુપાવી રાખતા હોવાની પાક્કી બાતમીના આધારે હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સ અને ચોક્કસ હકીકત મેળવી ચોરેલો મુદામાલ શોધી કાઢવા સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માલવણ, ગેડીયા, ઇંગરોડી, સેડલા, ખેરવા અને સોખડા સહિતના વિવિધ વિસ્તારોમાં સખત પેટ્રોલિંગ કરી પાટડી તાલુક‍ાન‌ા રામગ્રી ગામની ધવલી પાટી તરીકે ઓળખાતી સીમમા વોકળામાં છુપાવેલા લાઇફબોય સાબુના બોક્ષ નંગ-12, સાબુ નંગ- 840, કિંમત રૂ. 25,200 અને નંબર પ્લેટ વગરનું બજાજ પલ્સર બાઇક કિંમત રૂ. 30,000 મળી કુલ રૂ. 55,200નો મુદામાલ ઝબ્બે કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી બજાણ‍‍ા પોલિસ મથકે ફરીયાદ દાખલ કરી છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, ભુપેન્દ્રકુમાર, જુવાનસિંહ, હિતેશભાઇ અને અનિરુદ્ધસિંહ સહિતનો પોલિસ સ્ટાફ સાથે હતો.