હિટ એન્ડ રન/ અમદાવાદમાં કારચાલકો બેફામઃ વસ્ત્રાલ રિંગરોડ પર માતા-પુત્રી કચડાયા

અમદાવાદમાં કારચાલકો રીતસરના બેફામ બન્યા છે. દરરોજે કોઈને કોઈ કારચાલક કોઈ ટુવ્હીલરવાળાને કે રસ્તા ચાલતા જનારને ઉડાવી દે છે. અમદાવાદમાં આવી જ હિટ એન્ડ રનની ઘટના ફરીથી સામે આવી છે. તેમા એસપી રિંગરોડ પર સર્જાયેલા અકસ્માતમાં માતાનું  મોત થયું છે અને તેની સાથે તેની પુત્રી ગંભીર રીતે ઇજા પામી છે.

Ahmedabad Gujarat

અમદાવાદમાં કારચાલકો રીતસરના બેફામ Hit and Run બન્યા છે. દરરોજે કોઈને કોઈ કારચાલક કોઈ ટુવ્હીલરવાળાને કે રસ્તા ચાલતા જનારને ઉડાવી દે છે. અમદાવાદમાં આવી જ હિટ એન્ડ રનની ઘટના ફરીથી સામે આવી છે. તેમા એસપી રિંગરોડ પર સર્જાયેલા અકસ્માતમાં માતાનું  મોત થયું છે અને તેની સાથે તેની પુત્રી ગંભીર રીતે ઇજા પામી છે.

વસ્ત્રાલમાં રિલાયન્સ પેટ્રોલ પમ્પ સામે Hit and Run હિટ એન્ડ રનની આ ઘટના બની હતી. તેમા મહિલાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાળકી ગંભીર ઇજા પામી છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાી રહી છે. મહિલા અને તેની પુત્રી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ગાડી ચાલક ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. મહિલા ઘટનાસ્થળે જ મૃત્યુ પામી હતી અને બાળકીને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. 108 તાત્કાલિક પહોંચી ગઈ હતી અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી તથા ગાડીના ચાલક અંગે તપાસ શરૂ કરી છે.

અગાઉ પણ આ જ રીતે અમદાવાદમાં બેફામ રીતે ગાડી ચલાવનારા કારચાલકે યુવકને અડફેટે લીધો હતો. નરોડામાં બનેલી આ ઘટનામાં યુવક રસ્તો ઓળંગી રહ્યો હતો. તે સમયે તેને આઇ20 કાર ચાલકે હડફેટે લીધો હતો. Hit and Run આ યુવાનનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયું હતુ.. જ્યારે કાર ચાલક ગંભીર અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. હવે અમદાવાદમાં ફરીથી જ આ પ્રકારની ઘટના બની છે. આ રીતે બેફામ રીતે કાર ચલાવતા કારચાલકોને દંડવા માટે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ અકસ્માતો થતાં જ રહેશે.

આ પણ વાંચોઃ ગોડસે-ગિરિરાજ/ ગાંધીના હત્યારા ગોડસે ભારતના સપૂત, બાબરની જેમ આક્રમણખોર નહીંઃ ગિરિરાજસિંહ

આ પણ વાંચોઃ હીટવેવ/ ઉત્તર ભારત ગરમીથી ત્રાહિમામઃ ટોર્ચર કરે છે ટેમ્પરેચર

આ પણ વાંચોઃ બિપરજોય/ “બિપરજોય” વાવાઝોડાને લઈને ગુજરાત સહિત ત્રણ રાજ્યોમાં એલર્ટ