Gujarat News/ વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો

Gujarat Trending
જવાનોના પરિવારોના કલ્યાણ માટે ભૂપેન્દ્ર પટેલ તરફ થી સ્વૈચ્છિક ફાળો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.

સ્વૈચ્છિક ફાળો

દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે સાતમી ડિસેમ્બરે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો – દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેળાએ સૌનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) ક્રિષ્ણદિપ સિંહ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં અર્થ સમિટનું ભવ્ય ઉદ્ઘાટન : અમિત શાહ-ભૂપેન્દ્ર પટેલે કરી શરૂઆત