Surendranagar News/ નાના ગોરૈયામાં જુગારધામ પર બજાણા પોલીસનો દરોડો: રૂ.11.98 લાખના મુદ્દામાલ સાથે 11 જુગારીઓ ઝડપાયા

Bajana Gambling Raid: નાના ગોરૈયા ગામની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા 11 લોકોને બજાણા પોલીસે ઝડપી પાડ્યા. રોકડ, કાર, 2 બાઈક અને 5 મોબાઇલ સહિત રૂ.11.98 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો.

Gujarat Top Stories Others
Bajana Gambling Raid: 11 જુગારી ઝડપાયા, રૂ.11.98 લાખનો મુદ્દામાલ કબજે

Surendranagar News: બજાણા પોલીસે નાના ગોરૈયા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો (Bajana Gambling Raid) પાડી 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ રકમ, એક ફોર વ્હીલર, બે મોટરસાયકલ અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 11.98 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 Bajana Gambling Raid: ખાનગી બાતમીના આધારે પોલીસનો દરોડો

બજાણા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે નાના ગોરૈયા ગામની સીમમાં પ્રેમજી કલ્યાણ પટેલની વાડી પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક (Bajana Police Raid) લોકો હાથબેટરીના અજવાળે ગંજીપાના પત્તા વડે તીન પત્તીનો જુગાર રમી ( Teen Patti Gambling) રહ્યા છે. બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા મહિલા તથા પુરુષ સહિત કુલ 11 લોકોને ઝડપી પાડ્યા હતા.

રોકડ સહિત રૂ.11.98 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે દરોડા દરમિયાન જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો ઉપરાંત રૂ. 83,270ની રોકડ રકમ જપ્ત કરી હતી. આ ઉપરાંત એક ફોર વ્હીલર કાર, બે મોટરસાયકલ અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 11,98,670નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

11 આરોપીઓ ઝડપાયા

પોલીસે આ કેસમાં હર્ષદ બાબુ ઠાકોર, દીપકકુમાર ભુપતજી ઠાકોર, મયુર પ્રવીણ ઠાકોર, વિક્રમ રાજેશ ઠાકોર, મોહસીન મહેબુબ મિયાણા અને મોહસીન મહંમદ સંધી સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા છે.આ ઉપરાંત લલિતાબેન ઉર્ફે ભુરીબેન કેસાજી ઠાકોર, સંગીતાબેન હર્ષદભાઈ ઠાકોર, આરતીબેન વિજયગીરી ગોસ્વામી, ટીકુબેન અજીતભાઈ મકવાણા અને ભીખીબેન વેલાજી કુકવાયાની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

તમામ આરોપીઓ સામે બજાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે આ જુગારધામ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરશે.

બજાણા પોલીસ ટીમની સફળ કાર્યવાહી

આ સફળ કાર્યવાહીમાં ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.કે. વાઘેલા સહિત પોલીસ ટીમના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.


આ પણ વાંચો: ભોજદે ગીરના રિસોર્ટમાં જુગારધામનો પર્દાફાશ, 9 જુગારી ઝડપાયા

આ પણ વાંચો: સુરતની હોટેલમાં જુગારધામનો પર્દાફાશ, 29 ઝડપાયા; ₹24.13 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: હારીજમાં જુગારધામ પર SMC ત્રાટક્યું: અમદાવાદ-બેચરાજીથી આવેલા જુગારીઓ સહિત 28 ઝડપાયા