Patan News/ હારીજમાં જુગારધામ પર SMC ત્રાટક્યું: અમદાવાદ-બેચરાજીથી આવેલા જુગારીઓ સહિત 28 ઝડપાયા

Harij Gambling Raid: હારીજના અમૃતપુરામાં ખુલ્લા પ્લોટમાં ચાલતા જુગારધામ પર SMCએ દરોડો પાડ્યો. 28 જુગારીઓ ઝડપાયા અને 4 ફરાર થયા. રોકડ, મોબાઇલ અને અર્ટીગા કાર સહિત રૂ.11.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. વધુ વાંચો

Others Top Stories Gujarat
Harij Gambling Raid: 28 ઝડપાયા, રૂ.11.72 લાખનો મુદ્દામાલ જપ્ત

Patan News: પાટણ જિલ્લાના હારીજમાં SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો (Harij Gambling Raid) હતો. અમૃતપુરા વિસ્તારમાં જગદીશકુમાર મથુરજી ઠાકોરના કબજા ભોગવટાના ખુલ્લા પ્લોટમાં લેમ્પના અજવાળે તાડપત્રી અને ગાદલા પાથરી ગંજીપત્તાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો.

પોલીસ પહોંચતા જ નાસભાગ

SMCની ટીમે સ્થળને કોર્ડન કરતાં જ જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. અંધારાનો લાભ લઈને ચાર શખસો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જ્યારે 28 જુગારીઓને ટીમે ઝડપી લીધા (28 Gamblers Arrested) હતા. ફરાર થયેલા શખસોમાં જાવેદ ઉર્ફે ટીલડી, નરસિંહજી ઠાકોર સહિત અન્ય બે વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

Harij Gambling Raid: ચાર શખસો ભાગીદારીમાં ચલાવતા હોવાનો ખુલાસો

ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક (Patan SMC Raid) પૂછપરછમાં જુગારધામ ચાર શખસો ભાગીદારીમાં ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા મુજબ જગદીશકુમાર મથુરજી ઠાકોર, ચંદનજી જવાનજી ઠાકોર, જાવેદ ઉર્ફે ટીલડી કાલુમીયાં પઠાણ અને નરસિંહજી મેઘાજી ઠાકોર જુગારધામ સાથે સંકળાયેલા હતા.

જુગારીઓને બહારથી બોલાવવાની જવાબદારી

તપાસમાં સામે આવ્યું છે કે જાવેદ અને નરસિંહજી બહારના વિસ્તારોમાંથી જુગારીઓને બોલાવવાનું કામ કરતા હતા. જગદીશ ઠાકોર સ્થળ પર લાઇટ અને પાણી સહિતની વ્યવસ્થા સંભાળતો હતો અને પત્તા ચીપવાનું કામ કરતો હતો. જ્યારે ચંદનજી ઠાકોર જુગારમાંથી મળતી નાળની રકમ ઉઘરાવતો હોવાનો પોલીસનો દાવો છે.

રૂ.11.72 લાખનો મુદ્દામાલ જપ્ત

દરોડા દરમિયાન SMCની ટીમે રોકડ રૂપિયા, મોબાઇલ ફોન અને અર્ટીગા કાર સહિત કુલ રૂ.11,72,630નો મુદ્દામાલ (11.72 Lakh Seized)  જપ્ત કર્યો છે. જેમાં રૂ.2,35,630 રોકડ, આશરે રૂ.2,35,500ની કિંમતના 28 મોબાઇલ ફોન અને રૂ.7 લાખની કિંમતની અર્ટીગા કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાદલા, તાડપત્રી, સ્ટીલનો ડબ્બો અને ઇલેક્ટ્રિક લેમ્પ સહિતની વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે.

Harij Gambling Raid: 28 ઝડપાયા, રૂ.11.72 લાખનો મુદ્દામાલ જપ્ત
Harij Gambling Raid: મોબાઇલ ફોન અને અર્ટીગા કાર સહિત કુલ રૂ.11,72,630નો મુદ્દામાલ
Harij Gambling Raid: 28 ઝડપાયા, રૂ.11.72 લાખનો મુદ્દામાલ જપ્ત
Harij Gambling Raid: મોબાઇલ ફોન અને અર્ટીગા કાર સહિત કુલ રૂ.11,72,630નો મુદ્દામાલ

અમદાવાદ અને બેચરાજીથી પણ જુગારીઓ આવ્યા

ઝડપાયેલા 28 આરોપીઓમાં હારીજ ઉપરાંત રાધનપુર, સમી, પાટણ, બેચરાજી અને અમદાવાદના શખસોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ દરમિયાન ઈ-ગુજકોપમાં ચકાસણી કરતાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પણ દારૂ અને જુગારના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ કેટલાક આરોપીઓ પાટણ જિલ્લાના જાણીતા જુગારીઓની યાદીમાં પણ સામેલ છે.

ચાર ફરાર આરોપીઓની શોધખોળ શરૂ

SMCની ટીમે સમગ્ર મામલે જુગાર અટકાયતી અધિનિયમની કલમ 12 તેમજ સંબંધિત કાયદાકીય કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે અંધારાનો લાભ લઈને ફરાર થયેલા ચાર શખસોને ઝડપી પાડવા પોલીસે શોધખોળ તેજ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદ ન્યુ રાણીપમાં ફ્લેટમાં જુગારધામ ઝડપાયું, 8 ઝડપાયા; રૂ.38.15 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: D કંપની સ્ટાઈલના જુગારધામ પર SMCનો દરોડો, ટેબલ ભાડે આપી ચલાવાતો હતો ખેલ

આ પણ વાંચો: ટંકારાના આલીશાન બંગલામાં ચાલતું લાખો રૂપિયાનો જુગારધામ ઝડપાયું, રૂ.44.76 લાખનો મુદ્દામાલ જપ્ત