કર્ણાટકમાં જો, આમ જ થોડાક દિવસ વઘુ ચાલશે તો, કોઇ નવો જ રાજકીય વિશ્વ વિક્રમ બનાવશે, તેવું હવે સામાન્ય નાગરીકોના મોઢાંથી પણ સંભળાવવા લાગ્યું છે. બધાનાં મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે અને એ છે કે, આખરે આ ફ્લોર ટેસ્ટ કર્યા થશે. અને તે ટેસ્ટ(પરીક્ષણ)નો ટેેસ્ટ(સ્વાદ) કઇ રાજકીય પાર્ટી માટે મીઠો અને કઇ પાર્ટી માટે ખોટો સાબિત થશે.

કર્ણાટકમાં વિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગને લઈ સોમવારે પણ હુસાતુસીની સ્થિતિ જોવા મળી છે. જેડીએસ-કોંગ્રેસને કરવું નથી અને ભાજપે કોઇ કાળે જતુ કરવુ નથી. વિશ્વાસ પ્રસ્તાવને લઈ ત્રણ દિવસ સુધી ચાલેલી ચર્ચા હજુ પણ ખતમ થવાનું નામ જ નથી લઇ રહી ત્યારે આજે તો વિધાનસભા અધ્યક્ષ રમેશ કુમારે પણ સત્તાધારી ગઠબંધનના સભ્યોને પોતાનું ભાષણ તરત સમાપ્ત કરવાનું કહ્યું હતું. તો કોંગ્રેસનાં નેતા દ્વારા સુપ્રીમ કોર્ટનાં નિર્ણય બાદ જ કોઇ નિર્ણય લઇ શકાશે તેવી સલાહ આપતા સદન સંગ્રમાનાં મેદાન જોવું હંગામે ચડ્યું હતું


