Gujarat Weather forecast/ એપ્રિલમાં પણ માવઠું! ગુજરાતમાં આંધી-તોફાન અને વરસાદની અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં અંબાલાલ પટેલે (Ambalal Patel) માર્ચ અને એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 28 માર્ચથી 30 માર્ચ અને એપ્રિલના બીજા સપ્તાહમાં માવઠું વરસી શકે છે. જાણો સંપૂર્ણ વિગત.

Gujarat Top Stories Others
Ambalal Patel Weather Forecast March April 2026

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં હોળી-ધૂળેટી બાદ હવે વાતાવરણમાં મોટો પલટો આવવાની તૈયારી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ડરામણી આગાહી કરતા જણાવ્યું છે કે, માત્ર માર્ચ જ નહીં પરંતુ એપ્રિલ અને મે મહિનામાં પણ ગુજરાતમાં આંધી-તોફાન સાથે માવઠું વરસી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે.

માર્ચના અંતમાં વાતાવરણમાં પલટો : Ambalal Patel

હાલમાં પાકિસ્તાન પર અપર એર સર્ક્યુલેશન અને જમ્મુ-કાશ્મીરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. તેની અસર હેઠળ 25 થી 28 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ, 28 થી 30 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત, અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે.

Ambalal Patel Weather Forecast March April 2026

એપ્રિલમાં પણ શાંતિ નહીં મળે

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, એપ્રિલ મહિનો પણ માવઠાથી ભરેલો રહેશે તારીખ 4 એપ્રિલ થી 10 એપ્રિલ સુધી પશ્ચિમ વિક્ષેપોને કારણે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 8 થી 10 એપ્રિલ વરસાદી ઝાપટાની શક્યતા છે. 26 એપ્રિલ બાદ માવઠા બાદ ગરમીનો પારો આસમાને પહોંચશે અને તાપમાન 43થી 45 ડિગ્રી સુધી જઈ શકે છે.

મે અને જૂનમાં વાવાઝોડાનું સંકટ?

અંબાલાલ પટેલે લાંબા ગાળાની આગાહી કરતા ચેતવણી આપી છે કે 20 મે થી 20 જૂન અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને સક્રિય થશે. આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં ભયાનક ચક્રવાત (વાવાઝોડું) સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.

Ambalal Patel Weather Forecast March April 2026

ખેડૂતો માટે લાલબત્તી

વારંવાર બદલાતા હવામાન અને કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતોને પાકની જાળવણી માટે આગોતરા પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં પડેલા અનાજને ઢાંકી દેવા માટે જણાવાયું છે.


આ પણ વાંચો: માર્ચના અંતમાં માવઠાનું સંકટ! ગુજરાતમાં ફરી ફૂંકાશે વાવાઝોડા જેવો પવન, અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ

આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ