RCB Security Rules :IPL 2026 ની શરૂઆત પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગત વર્ષે સર્જાયેલી દુર્ઘટના બાદ, આ વર્ષે પ્રેક્ષકોની સુરક્ષા માટે અંદાજે ₹7 કરોડ ના ખર્ચે નવી ટેકનોલોજી અને પ્રોટોકોલ અમલી બનાવવામાં આવ્યા છે.
AI ટેકનોલોજીથી રાખવામાં આવશે નજર
આ વખતે સ્ટેડિયમમાં ભીડને નિયંત્રિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવામાં આવશે. સ્ટેડિયમમાં 500 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જે ‘જાર્વિસ’ (Jarvis) નામના AI ટૂલથી સજ્જ છે. આ સિસ્ટમ રિયલ ટાઇમમાં જણાવશે કે કયા ગેટ કે સ્ટેન્ડ પર ભીડ વધી રહી છે, જેથી પોલીસ તાત્કાલિક પગલાં લઈ શકશે.
ટિકિટ અને એન્ટ્રીના નવા નિયમો
ડિજિટલ ટિકિટ: હવે ફિઝિકલ ટિકિટને બદલે માત્ર QR કોડ આધારિત ડિજિટલ ટિકિટ જ માન્ય રહેશે. આ ક્યુઆર કોડ મેચના થોડા કલાકો પહેલા જ એક્ટિવેટ થશે.
મેટ્રો મુસાફરી ફ્રી: મેચની ટિકિટ ધરાવતા તમામ પ્રેક્ષકો માટે મેચના દિવસે બેંગલુરુ મેટ્રોમાં મુસાફરી મફત રહેશે.
હોલ્ડિંગ એરિયા: ગેટ પર ભીડ ન થાય તે માટે સ્ટેડિયમની બહાર ખાસ ‘હોલ્ડિંગ એરિયા’ બનાવવામાં આવ્યા છે. પ્રેક્ષકોએ પહેલા ત્યાં રહેવું પડશે અને ત્યારબાદ સ્ટેન્ડમાં પ્રવેશ મળશે.
સમય મર્યાદા: સ્ટેડિયમના ગેટ મેચ શરૂ થવાના 4 કલાક પહેલા ખોલી દેવામાં આવશે.
RCB દ્વારા 11 દિવંગત ચાહકોને અનોખી શ્રદ્ધાંજલિ
RCB ફ્રેન્ચાઈઝી દ્વારા એક ભાવુક નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે સ્ટેમ્પિડમાં જીવ ગુમાવનારા 11 ચાહકોની યાદમાં સ્ટેડિયમમાં 11 સીટો હંમેશા ખાલી રાખવામાં આવશે. આ ઉપરાંત, ખેલાડીઓ પ્રેક્ટિસ દરમિયાન 11 નંબરની જર્સી પહેરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે.


