Rajasthan Royals Sold: આઈપીએલની 19મી સીઝન શરૂ થાય તે પહેલા જ બિઝનેસ જગત અને ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારા સમાચાર આવ્યા છે. અમેરિકન બિઝનેસમેન કાલ સોમાનીએ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ફ્રેન્ચાઈઝીને રેકોર્ડબ્રેક કિંમતે ખરીદી લીધી છે. આ ડીલ બાદ રાજસ્થાન રોયલ્સ હવે માત્ર આઈપીએલ જ નહીં, પણ વિશ્વની સૌથી મોંઘી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.
₹15,000 કરોડથી વધુની ડીલ
રિપોર્ટ્સ મુજબ, કાલ સોમાનીએ રાજસ્થાન રોયલ્સનો (Rajasthan Royals) સંપૂર્ણ હિસ્સો 1.63 બિલિયન ડોલર (આશરે ₹15,286 કરોડ) માં ખરીદ્યો છે. આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ટીમ આટલી મોટી રકમમાં વેચાઈ નથી. આ ડીલ સાથે રાજસ્થાન રોયલ્સની વેલ્યુએશન અન્ય તમામ ટીમો કરતા ક્યાંય આગળ નીકળી ગઈ છે.
કોણ છે કાલ સોમાની?
કાલ સોમાની અમેરિકાના જાણીતા બિઝનેસમેન છે. તેઓ ઈન્ટ્રાએજ (IntraEdge), એકેડેમિયન (Academian) અને ટ્રુયો.એઆઈ (Truyo.AI) જેવી મોટી કંપનીઓના ફાઉન્ડર છે. ખાસ વાત એ છે કે સોમાનીને વિશ્વની સૌથી મોટી રીટેલ ચેઈન વોલમાર્ટ (Walmart) ના માલિક રોબ વોલ્ટનનો સપોર્ટ છે. આ ઉપરાંત, ડેટ્રોઈટ લાયન્સ ટીમના માલિક હૈમ્પ ફેમિલીનો પણ તેમને ટેકો છે.
ક્યારે જોવા મળશે ટીમ Rajasthan Royalsમાં ફેરફાર ?
માલિકી હક્કોમાં થયેલા આ ફેરફારની અસર આગામી સીઝન એટલે કે આઈપીએલ (Rajasthan Royals )2026 પછી જોવા મળશે. મેનેજમેન્ટ અને ટીમ સ્ટ્રક્ચરમાં મોટા ફેરફારો થવાની સંભાવના છે, જે આ ફ્રેન્ચાઈઝીને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ પર લઈ જશે.


