Lifestyle/ 20 વર્ષના નવયુવાનો 40 વર્ષની મહિલાઓના પ્રેમમાં પડી રહ્યાં છે!! નવો રિલેશનશિપ ટ્રેન્ડ…આખરે કારણ શું છે?

રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ શરુ થયો છે…20 વર્ષના યુવાનોને 40 વર્ષની પાકટ વયની મહિલાઓ સાથે પ્રેમ થઇ રહ્યો છે….આવું શાથી બની રહ્યું છે?….શું છે એના કારણો?…

Trending Lifestyle Relationships
રિલેશનશિપ, ટ્રેન્ડ

Lifestyle: રિલેશનશિપમાં નવો ટ્રેન્ડ…20 વર્ષના નવયુવાનો (Young men) 40 વર્ષની મહિલાઓ (Women) તરફ આકર્ષિત થઇ રહ્યાં છે! આજકાલ આ અજુગતો લાગે એવો રિલેશનશિપ ટ્રેન્ડ (Relationship Trend)  જોવા મળી રહ્યો છે! આ ખેંચાણ કેવળ ઉંમરનો તફાવત નહિં પરંતુ, ભાવનાત્મક જરુરિયાતોનું પરિણામ છે! સમાન વયની યુવતીઓની સરખામણીમાં મોટી ઉંમરની મહિલાઓમાં એક પ્રકારની ઇમોશનલ મેચ્યોરિટી, વિશ્વાસ, ભરોસો અને ઓછી નાટકીય વર્તણૂક જોવા મળે છે જેથી તેઓ અલગ જ તરી આવે છે.

20 વર્ષના નવયુવાનોને 40 વર્ષની મહિલાઓ સાથે પ્રેમ થવાનો રિલેશનશિપ ટ્રેન્ડ

ઘણી વાર તમે જોયું હશે કે ઉંમરમાં પોતાનાથી મોટી વયની સ્ત્રીઓ તરફ યુવાનો આકર્ષાતા જોવા મળે છે. એમની વચ્ચેનું આકર્ષણ કેવળ એક પહેલી નજરનો પ્રેમ નથી હોતો પણ ભાવનાત્મક જરુરિયાતો સંતોષાતા ઉત્પન્ન થનારી લાગણીઓ હોય છે! આ આકર્ષણ (Attraction) આપણને થોડું અજુગતું લાગશે પરંતુ એની પાછળના કારણો જોઇશું તો કદાચ આ સંબંધોને સમજી શકાશે.

રિલેશનશિપ, ટ્રેન્ડ

શું છે કારણ?

આના કારણોનું વિશ્લેષણ કરીએ તો પ્રથમ કારણ છે, ભાવનાત્મક પરિપકવતા (Emotional Maturity), જે મોટી ઉંમરની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. મધ્યમ વય સુધી પહોંચતા સુધીમાં જીવનના અનુભવો મેળવીને તેઓમાં વધુ સમજદારી અને સ્થિરતા આવી ગઇ હોય છે અને એ કદાચ યુવકોને આકર્ષે છે! આનું બીજું કારણ છે સુરક્ષા અને વિશ્વાસ (Trust)નો અહેસાસ, જેનાથી યંગસ્ટર્સ કમ્ફર્ટેબલ અનુભવે છે.

ત્રીજું કારણ છે, અનુભવ! આ પાકટ વયની મહિલાઓ સંબંધોને ઘણી સમજણપૂર્વક સંભાળે છે.

ચોથું કારણ છે, ઓછી ડ્રામાબાજી! કોઇ પણ વાતને સ્પષ્ટ રીતે કહેવાની રીત અને ઓછી નાટકીયતાને કારણે એ પ્રણયસંબંધમાં ખુલ્લા અને સ્પષ્ટ વિચારો ધરાવે છે અને આ બિહેવિયરથી નવયુવાનો અભિભૂત થઇને એમની તરફ આકર્ષાતા જોવા મળે છે.

પાંચમું કારણ છે, એમનો કેરિંગ નેચર! હજુ કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં ડગ માંડતા યુવાનોને એમની પ્રેમપૂર્વક સંભાળ લેનારી સ્ત્રીઓ ગમે છે અને આ આકર્ષણ કેવળ દૈહિક કે રોમેન્ટિક નથી હોતું પણ પરસ્પર ભાવનાત્મક જોડાણ અને ગહન માનસિકતાનો એક પુલ બને છે જે બંને પાત્રોને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. આવા સંબંધો આ સંવેદનશીલ જોડાણનું પરિણામ હોય છે. તો આ બાબત પર વધુ જાણકારી મેળવીએ…

રિલેશનશિપ, ટ્રેન્ડ

ભાવનાત્મક પરિપકવતા અને સમજદારી

મોટી વયની મહિલાઓ અનુભવ અને ગહન વિચારધારાથી યુવાનોને આકર્ષિત કરે છે. જ્યારે કોઇ 20 વર્ષીય યુવક મૂંઝવણ ણનુભવે છે ત્યારે આવી મહિલાઓ એને સારી રીતે સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે. આ મેચ્યોરિટી અને ગાઇડન્સ એમને વધુ નજીક લાવે છે.

કાળજીપૂર્વકની સંભાળ

40 વર્ષીય મહિલામાં સ્વાભાવિક રુપે એક માતા જેવી કેર અને પોતીકાપણું (Caring Nature) જોવા મળે છે. આવી સ્ત્રી પાર્ટનર (Partner) ફક્ત રોમાન્સ નહિં પરંતુ, યુવક મિત્રની જરુરિયાતો, લાગણીઓ અને એના આરામનું પણ કાળજીપૂર્વક ધ્યાન રાખે છે. અહિંથી શરુ થાય છે અફેક્શન અને સુરક્ષાનો એક અકથ્ય અહેસાસ…જે નવયુવાનોને અત્યંત આકર્ષક મહેસૂસ થાય છે!

રિલેશનશિપ, ટ્રેન્ડ

આત્મનિર્ભર અને આત્મવિશ્વાસથી સભર 

મોટી વયની મહિલાઓ મોટા ભાગે આત્મનિર્ભર અને કોન્ફિડન્ટ (Confident & Self dependent) હોય છે. એમના હાવભાવ, વાત કરવાની ગરિમાપૂર્ણ છટા તથા આત્મવિશ્વાસથી પરિપૂર્ણ બોડી લેંગ્વેજ 20 વર્ષના યુવાનને અત્યંત પ્રભાવિત કરે છે અને એમને આવા સંબંધમાં સ્થિરતા અને વિશ્વાસની અનુભૂતિ થાય છે!

રિલેશનશિપ, ટ્રેન્ડ

શારીરિક આકર્ષણ અને ગરિમા

એવું માનવું ભૂલભરેલું છે કે માત્ર યુવાન સ્ત્રીઓ જ આકર્ષક હોય છે! 40 ની વયમાં પણ મહિલાઓમાં એક પ્રકારનો ઠસ્સો, ફિટનેસ (Grace, Fitness) હોવાની સાથોસાથ આત્મસંયમ પણ હોય છે. એમનો પહેરવેશ, કોન્ફિડન્ટ બોડી લેંગ્વેજ અને સ્વયંની ઉત્તમ રીતે સંભાળ લેવાની અદા (Body Language & Self Care) યુવાનોને લોભાવે છે. ઘણી વાર, આ આકર્ષણ ધીમે-ધીમે એક ગહન લાગણીઓના બંધનમાં પણ પરિવર્તિત થઇ જાય છે!

નવો અનુભવ અને લર્નિંગ

20 વર્ષીય છોકરો રીયલ લાઇફના પ્રારંભિક તબક્કામાં હજુ તો પ્રવેશ કરી રહ્યો હોય છે જ્યારે 40 વર્ષની મહિલા કંઇ કેટલાય અનુભવોમાંથી, જીવનના ઉતાર-ચઢાવમાંથી પસાર થઇ ચૂકી હોય છે. આથી તેની પાસેથી યુવક અનાયાસે સંબંધમાં સ્થિરતા (Stability) અને જીવન પ્રત્યેના નવીન દ્રષ્ટિકોણ શીખે છે અને આ નવીન એક્સપીરિયન્સ યુવાનોને રોમાન્સ (Romance) ઉપરાંત, જીવન પ્રત્યેની એક નવી સમજણથી પરિપૂર્ણ કરી દે છે!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જો તમે તમારા સંબંધોમાં ખોવાયેલો રોમાંસ પાછો લાવવા માંગતા હોવ તો આ ટિપ્સને ફોલો કરો 

આ પણ વાંચો: જો સંબંધોમાંથી રોમાંસ ગાયબ થઈ રહ્યો છે, તો તરત જ કરો આ 5 કામ

આ પણ વાંચો: હેપ્પી કપલમાં હોય છે આ 7 આદતો, શું તમારામાં એ છે ખરી?- રિલેશનશિપ એક્સપર્ટ