Gandhinagar News: ગુજરાતમાં 60 લાખથી વધુ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી થઈ જશે તે સુનિશ્ચિત થઈ ગયું છે. મતદારયાદી સુધારણા ઝુંબેશમાં એક જ દિવસમાં લગભગ ચાર લાખ જેટલા મતદારોના નામ ખોટા હોવાનું જાણવામાં આવ્યું છે. તેમા ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં મતદારયાદી સુધારણા શરૂ થઈ ત્યારે 60 લાખથી વધુ નામોના કમી થશે તેવી આશંકા સેવાતી હતી તે સાચી પડી છે.

હવે 60 લાખ નામો વિચારો તો કમસેકમ તે 20 વિધાનસભા મતવિસ્તાર અને પાંચેક લોકસભા મતવિસ્તાર જેટલા થાય. આટલા નામના જો બોગસ વોટ અત્યાર સુધીમાં પડ્યા હશે તો તેના કારણે કોને ફાયદો થશે તે સમજી શકાય છે. આનો સીધો અર્થ એમ જ કરી શકાય કે આટલા વોટ બોગસ વોટ જ કહેવાય. આ સિવાય આ આંકડો 70થી 80 લાખ પર પહોંચશે તો પણ કોઈને આશ્ચર્ય નહીં થાય.

આ બતાવે છે કે ગુજરાતના સાત કરોડથી વધુ રહેવાસીઓમાં પાંચ કરોડથી વધુ મતદારોમાંથી 61 લાખ મતદારોના નામ કમી કરવામાં આવશે. આ મતદારોના નામ કાયમ માટે કમી થઈ જશે. આમ કુલ પાંચ કરોડથી વધુ મતદારોમાંથી 12 ટકા કરતાં વધુ મતદારોના નામ કમી થશે. હજી તો આ કામ એક અઠવાડિયું બીજું ચાલવાનું છે તે જોતા આ આંકડો હવે ક્યાં જઈ અટકશે તે મોટો સવાલ છે.

ગુજરાતમાં મતદાર યાદી સુધારવા માટે એક ખાસ ઝુંબેશ દરમિયાન, એવું બહાર આવ્યું છે કે એક જ દિવસમાં 3.75 લાખથી વધુ મતદારોના નામ ખોટા હોવાનું જાણવા મળ્યું છે. આમાં મૃત મતદારો, તેમના સરનામાંથી ગેરહાજર રહેલા, સ્થળાંતર કરનારા અને ડુપ્લિકેટ મતદારોનો સમાવેશ થાય છે.
SIR કાર્ય તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ગઈકાલે, ગુજરાતમાં 17 લાખ મૃત મતદારો નોંધાયા હતા. આજે આ સંખ્યા વધીને 17.3 લાખ થઈ છે, જે મૃત મતદારોની સંખ્યામાં 30,000 નો વધારો દર્શાવે છે. તેવી જ રીતે, એક જ દિવસમાં 85,000 ના વધારા સાથે, 7 લાખથી વધુ મતદારો તેમના સરનામાં પર હાજર નહોતા.
જ્યારે તેમના સરનામાં પરથી કાયમી સ્થળાંતર કરનારા મતદારોની સંખ્યા 2.52 લાખ વધીને 3.252 લાખ થઈ છે, અને ડુપ્લિકેટ મતદારોની સંખ્યા 8,000 વધીને 3.36 લાખ થઈ છે. ચારેય પ્રકારની ભૂલો ધરાવતા મતદારોની કુલ સંખ્યા 60 લાખથી વધુ થઈ છે.
