Mehsana news/ વધુ એક BLOનું હાર્ટએટેકથી મોત, રાત્રે SIRનું કામ કરતી વખતે આવ્યો હુમલો

સુદાસણ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગોવિંદ સિંહ બારડ અનુસાર, સુદાસણ પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દિનેશ રાવળ 17 જાન્યુઆરી, 2001 થી ત્યાં કાર્યરત હતા. જેમનું હાર્ટએટેકથી અવસાન થયું છે.

Top Stories Gujarat Breaking News

Mehsana News:મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામમાં વધુ એક BLOનું મોત નીપજયું છે.સુદાસણ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને BLO દિનેશ રાવળનું હાર્ટએટેકથી અવસાન થયું છે. અહેવાલો અનુસાર રાત્રે કામ કરતી વખતે, તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો હતો.જેથી તેમને તાત્કાલિક સારવાર માટે વડનગર (Vadnagar) લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું અવસાન થયું હતું. આ દુ:ખદ ઘટનાથી સુદાસણ ગામની શાળા સહિત આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું.

SIRની કામગીરીને લઈ હતો તણાવ 

સુદાસણ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગોવિંદ સિંહ બારડ અનુસાર, સુદાસણ પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દિનેશ રાવળ 17 જાન્યુઆરી, 2001 થી ત્યાં કાર્યરત હતા. તેમની BLO ફરજો સુદાસણ ભાગ નંબર 3 માં બૂથ નંબર 38 પર હતી, અને તેઓ SIRની કામગીરી કરી રહ્યા હતા.હવે બધા એતો જાણે છે કે SIR કામગીરીમાં ફોર્મ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે.દિવસ દરમિયાન અરજીનું કામ યોગ્ય રીતે ન થતું હોવાથી, દિનેશ રાવળ છેલ્લા બે થી ચાર દિવસથી અથાક મહેનત કરી રહ્યા હતા.

ફોર્મ અપલોડ કરતા સમયે બની ઘટના 

ત્યારે ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યે  રાત્રે તેઓ ફોર્મ અપલોડ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને છાતીમાં દુખાવો થતો હતો. જ્યારે તેમના પરિવારને આ વાતની જાણ થઈ, ત્યારે તેઓએ તેમના મિત્રોને ફોન કર્યો હતો. તેઓ તેને ગામડાની હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં ડૉક્ટર ઉપલબ્ધ ન હોવાથી તેમની સારવાર થઈ શકી નહોતી. તેથી તેઓ તેમને વડનગર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) લાવ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

દિનેશ રાવળનું SIR કામ લગભગ 70% પૂર્ણ થઈ ગયું હતું. અને તેમનું કામ પણ ખુબજ સારું હતું. પરંતુ શિક્ષકોને તણાવ આપવામાં આવેલી સમયમર્યાદા અંગે હતો. ખાસ કરીને સર્વર યોગ્ય રીતે કામ કરી રહ્યું ન હતું. તેથી, ફોર્મ સબમિટ કરવાના હોય, માહિતી ભરવાની હોય, જેના કારણે તે માનસિક તણાવમાં રહેતા હોય છે. આજ તણાવ હેઠળ તેઓ ગઇકાલે રાત્રે કામ કરી રહ્યા હતા.આ પહેલા પણ દિવસ દરમિયાન BLOનું કામ કરતી વખતે ચાર લોકોના મોત થયા છે. તેથી છેલ્લા 10 દિવસમાં 5 BLOના મોત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં મહિલા BLOનું શંકાસ્પદ મોત, બેભાન હાલતમાં ઘરના બાથરૂમમાં મળી

આ પણ વાંચો:આપણે હોઈએ કે BLO બધાએ કામ તો કરવું જ પડે, હજી ધીમીગતિએ કામ ચાલી રહ્યું છે

આ પણ વાંચો:BLO આત્મહત્યા મુદ્દે જીતુ વાઘાણીની સ્પષ્ટતા, દબાણ ન કરવા કલેક્ટરોને આદેશ