Valsad News: મુખ્યમંત્રીએ મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે ધરમપુર રાજચંદ્ર આશ્રમના પેવેલિયન ઉપર બલ્લેબાજી કરી હતી. સનદી અધિકારીઓ માટે સ્પેશિયલ મેનેજમેન્ટ ગેમ્સનું પણ આયોજન કરાયું
[fvplayer id=”276″]
ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ (Shrimad Rajchandra Ashram, Dharampur) ખાતે “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ આધારિત પ્રારંભ થયેલી રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિર (Chintan Shibir)ના પ્રથમ દિવસે સંધ્યા સમયે આશ્રમના પેવેલિયનમાં મંત્રીઓ અને સનદી અધિકારીઓ માટે ક્રિકેટ (Cricket) સહિત વિવિધ માઈન્ડ ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) પણ ઉત્સાહભેર ભાગ લઈ બોલિંગ અને બેટિંગ કરી સાથી સભ્યો અને સનદી અધિકારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

મંત્રી મંડળ અને સનદી અધિકારીઓની કુલ ચાર ટીમ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ
શ્રીમદ રાજચંદ્ર આશ્રમના ખુશનુમા માહોલમાં પેવેલિયન ખાતે ટર્ફમાં મંત્રી મંડળ અને સનદી અધિકારીઓનો કુલ ચાર ટીમ ‘નર્મદા ઇલેવન’, ‘તાપી ઇલેવન’, ‘સાબરમતી ઇલેવન’ અને ‘માહી ઇલેવન’ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ હતી. આ સમયે મેદાન પર આવી પહોંચેલા મુખ્યમંત્રીએ ‘સાબરમતી ઇલેવન’ અને ‘માહી ઇલેવન’ ટીમના ખેલાડીઓ સાથે પરિચય કરી ગ્રુપ ફોટો પણ પડાવ્યા હતા. બાદમાં મુખ્યમંત્રીએ સૌપ્રથમ બેટિંગ (Batting) હાથ અજમાવતા શાનદાર ક્રિકેટ પરફોર્મન્સ આપ્યું હતું.

ઈશ્વર પટેલે બોલિંગ અને ઋષિકેશ પટેલે ફિલ્ડિંગ કરી હતી
આ સમયે મંત્રી ઈશ્વર પટેલે (Ishwar Patel) બોલિંગ (Bowling) કરી હતી અને મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) ફિલ્ડિંગ (Fielding) કરી હતી. મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેટિંગ બાદ મુખ્યમંત્રીએ બોલિંગ ઉપર પણ હાથ અજમાવ્યો હતો. ક્રિકેટ મેચમાં ઉત્સાહવર્ધક દેખાવ કરી મુખ્યમંત્રીએ ગુજરાત (Gujarat) વિકાસની મેચમાં પણ વિજયી થાય એવી ભાવના વ્યક્ત કરી હતી.

આ સાથે જ સનદી અધિકારીઓ માટે લીડરશીપ, ટીમવર્ક અને સતર્કતા માટે પેવેલિયન ઉપર મેનેજમેન્ટ ગેમ્સનું આયોજન થયું હતું. જેમાં રનિંગ ટીક ટેક ટો, ફ્લોર મેઝ પઝલ સોલવિંગ અને અવેરનેસ ગેમ્સ તમામ સનદી અધિકારીઓએ આનંદ માણી સ્ફૂર્તિ અને ઉર્જાનો અનુભવ કર્યો હતો.
આ પણ વાંચો: ગાંધીનગર ખાતે ઓઈલ અને રાસાયણિક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્ય સ્તરની મોકડ્રીલ સમીક્ષા બેઠક યોજાઈ
આ પણ વાંચો: ગાંધીનગરમાં આજે સવારે 10 કલાકે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-સેન્સસ ગુજરાતની નવી વેબસાઈટ ગાંધીનગરમાં લોન્ચ કરી…
