Nashik Yuva Sena Leader Protest Viral Video: મહારાષ્ટ્રના નાસિકમાંથી સામે આવેલી વિરોધ પ્રદર્શનની એક ઘટના હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. નિફાડ નગર પંચાયતના કામકાજ સામે વિરોધ નોંધાવવા આવેલા યુવા સેનાના જિલ્લા પ્રમુખ વિક્રમ રંધાવેએ અનોખી રીતે પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિરોધ દરમિયાન કૂતરાના બચ્ચાને બોરીમાં ભરીને લાવવાનો વીડિયો વાયરલ થતાં પશુપ્રેમીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સે આ રીત સામે વાંધો ઉઠાવ્યો છે.

રખડતાં કૂતરાંની સમસ્યા મુદ્દે વિરોધ
વિક્રમ રંધાવેનો આક્ષેપ છે કે નિફાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવારા કૂતરાંની (Nashik) સંખ્યા વધી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સમસ્યાને કારણે બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક સ્થાનિકોને કૂતરાં કરડવાના બનાવો બન્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનું યોગ્ય નિરાકરણ ન આવતાં વિરોધ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
Yuva Sena district chief Vikram Randhave reportedly released 4–5 stray dogs inside the Niphad Nagar Panchayat chief officer’s office to protest the growing stray dog menace and alleged inaction by the civic body. 💀😭 pic.twitter.com/0wgQpHP00l
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 16, 2026
અધિકારીની ઓફિસમાં કૂતરાં લઈ જવાયા
વિરોધ દરમિયાન રંધાવે અને તેમના સમર્થકો નિફાડ નગર પંચાયતના ચીફ ઓફિસર (Nashik) ધીરજ ભામરેની ઓફિસમાં પહોંચ્યા હતા. અહીં ચારથી પાંચ આવારા કૂતરાં લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં, અધિકારીની ટેબલ પર નોટોની માળા પણ મૂકવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

બોરીમાં ગલૂડિયું લાવવાની રીત સામે વાંધો
વિરોધનો મુદ્દો આવારા કૂતરાંની(Nashik) સમસ્યા હોવા છતાં, કૂતરાના બચ્ચાને બોરીમાં ભરીને લાવવાની રીતને લઈને સોશિયલ મીડિયા પર મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. કેટલાક યુઝર્સે આ વર્તનને અયોગ્ય ગણાવ્યું છે અને પશુઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ન કરવો જોઈએ તેવી પ્રતિક્રિયા આપી છે. કેટલાક લોકોએ પશુ અધિકાર સંસ્થાઓને પણ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓમાં એક વાત પણ સામે આવી રહી છે કે શહેરોમાં આવારા કૂતરાંની વધતી સંખ્યાથી ઊભી થતી સમસ્યાનું વ્યવસ્થિત નિરાકરણ જરૂરી છે. પરંતુ તેના માટે કાયદેસર અને પશુ કલ્યાણના નિયમોને અનુરૂપ રીત અપનાવવાની માંગ થઈ રહી છે.
Man Wearing Dog Costume Reaches Khandwa Collectorate to Protest Stray Dog Menace in Madhya Pradesh. pic.twitter.com/P5tNXJrFjl
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 19, 2026
અગાઉ પણ જોવા મળ્યો હતો અનોખો વિરોધ
રખડતાં કૂતરાંની સમસ્યાને લઈને અગાઉ પણ અનોખા વિરોધ પ્રદર્શન સામે આવ્યા છે. મધ્યપ્રદેશના ખંડવામાં એક વ્યક્તિ કૂતરાં જેવો પોશાક પહેરીને કૂતરાંની(Nashik) સમસ્યા અંગે રજૂઆત કરવા કલેક્શનર કચેરી પહોંચ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો હતો. નાસિકની ઘટનામાં હવે વિરોધનો મુદ્દો અને વિરોધ કરવાની રીત—બંને ચર્ચાનો વિષય બની ગયા છે.
આ પણ વાંચો:અમરેલીમાં શેરીમાં આરામ કરતા કુતરાનો દિપડાએ કર્યો શિકાર, ગ્રામજનોમાં ફફડાટ
આ પણ વાંચો:લંડનના એક ઘરમાંથી મળ્યા 250 કુતરાઓ, લોકો જેને AI સમજતા હતા તે નીકળી ભયાનક હકીકત
આ પણ વાંચો:આખું ઘર છોડીને કુતરા દરવાજા પાસે જ કેમ ઊંઘે છે? અનોખા કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે
