Real Life Horror Story: બ્રિટનની પશુ કલ્યાણ સંસ્થા RSPCA (Royal Society for the Prevention of Cruelty to Animals) એ તાજેતરમાં લંડનના (London) એક ઘરમાંથી જે દ્રશ્યો જોયા, તેણે અનુભવી અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. એક નાના અમસ્તા ઘરમાંથી અંદાજે 250 જેટલા પૂડલ (Poodle) ડોગ્સ મળી આવ્યા છે, જે અત્યંત ગંદકી અને દયનીય હાલતમાં રહેવા મજબૂર હતા.
લોકોને લાગ્યું આ AI જનરેટેડ ફોટો છે!
જ્યારે RSPCA એ આ કુતરાઓની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી, ત્યારે યુઝર્સે તેને નકલી માની લીધી. લોકોને લાગ્યું કે કોઈ AI ટૂલ દ્વારા આટલી મોટી સંખ્યામાં કુતરાઓ એકસાથે બતાવવામાં આવ્યા છે. જોકે, સંસ્થાએ સ્પષ્ટતા કરવી પડી કે આ તસવીરો 100% અસલી છે અને કોઈ પણ પ્રકારની ડિજિટલ છેડછાડ કરવામાં આવી નથી.
નરક જેવી સ્થિતિમાં જીવતા મૂંગા જીવ
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે:
અતિશય ભીડ: નાના-નાના રૂમમાં કુતરાઓને (London) ખીચોખીચ ભરી દેવામાં આવ્યા હતા.
કુપોષણ અને બીમારી: અનેક કુતરાઓ (London) ગંભીર કુપોષણ, ચેપ અને માનસિક તણાવથી પીડાતા હતા.
ગંદકી: આખું ઘર ગંદકી અને દુર્ગંધથી ભરેલું હતું, જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો.
London માં કેમ સર્જાઈ આવી સ્થિતિ?
સંસ્થાના મતે, અનિયંત્રિત પ્રજનન (Breeding) અને માલિકની ક્ષમતા કરતાં વધુ પ્રાણીઓ પાળવાની જીદને (London) કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર આર્થિક તંગી અને માનસિક સ્થિતિ પણ આવી ‘મલ્ટી-એનિમલ’ હોર્ડિંગ માટે જવાબદાર હોય છે.
બ્રિટનમાં વધતા કિસ્સાઓ
ચોંકાવનારી વાત એ છે કે બ્રિટનમાં આવા કિસ્સાઓ વધી રહ્યા છે. RSPCA ના જણાવ્યા અનુસાર:
છેલ્લા 1 વર્ષમાં જ આવા અંદાજે 75 કિસ્સાઓ સામે આવ્યા છે.
આ દરેક કિસ્સામાં સરેરાશ 100 જેટલા કુતરાઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
હાલમાં, આ 250 કુતરાઓને અલગ-અલગ પશુ સંગઠનોની (London) મદદથી સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: 1,300 સીડીઓ અને ગાયબ થયેલી જાનની કહાની, રાજસ્થાનની આ વાવ કેમ કહેવાય છે ભૂલ-ભૂલામણી?
આ પણ વાંચો:ગાળ બોલવા પર 500 રૂપિયા દંડ, જાણો દેશના આ અનોખા ગામ વિશે

