Tech News/ MyJio એપ પરથી ગાયબ થયો જિયોનો બજેટ પ્લાન, જાણો હવે યુઝર્સ પાસે કયા વિકલ્પો છે?

રિલાયન્સ Jioએ તેનો સૌથી લોકપ્રિય 209 રૂપિયાનો પ્રીપેડ પ્લાન માર્કેટમાંથી હટાવી દીધો છે. જેમાં યુઝર્સને 22 દિવસ માટે દરરોજ 1GB ડેટા મળતો હતો. જાણો કેમ જિયોએ લીધો આ નિર્ણય અને હવે કયા પ્લાન ઉપલબ્ધ છે.

Trending Tech & Auto
Jio યુઝર્સ માટે માઠા સમાચાર!

Jio 209 Plan Discontinued 2026:  રિલાયન્સ જિયોએ તેના પોર્ટફોલિયોમાંથી 209 રૂપિયાનો લોકપ્રિય પ્રીપેડ પ્લાન હટાવી દીધો છે. MyJio એપ પરથી આ પ્લાન ગાયબ થતા લાખો યુઝર્સમાં ચર્ચા શરૂ થઈ છે. માનવામાં આવે છે કે TRAI ના નવા નિયમો અને પારદર્શિતાના નિર્દેશો બાદ કંપનીએ આ પગલું ભર્યું હોઈ શકે છે.

Jio યુઝર્સ માટે માઠા સમાચાર!

શું હતો 209 રૂપિયાનો આ પ્લાન?

આ પ્લાન એવા યુઝર્સ માટે બેસ્ટ હતો જેમને ઓછા ખર્ચે દરરોજ ડેટા જોઈતો હતો:

ડેટા: દરરોજ 1GB હાઈ-સ્પીડ ડેટા (કુલ 22GB ડેટા).

વેલિડિટી: 22 દિવસની વેલિડિટી મળતી હતી.

કોલિંગ અને SMS: અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા.

અન્ય બેનિફિટ્સ: JioTV અને JioAI Cloud જેવા એડિશનલ ફાયદા પણ મળતા હતા.

કિંમત: આ પ્લાનનો દૈનિક ખર્ચ આશરે 9.5 રૂપિયા પડતો હતો, જે તેને અત્યંત કિફાયતી બનાવતો હતો.

Jio યુઝર્સ માટે માઠા સમાચાર!

Jio યુઝર્સ પર શું થશે અસર?

જિયોના આ નિર્ણયથી ખાસ કરીને બજેટ યુઝર્સને મોટું નુકસાન થશે, કારણ કે આ એકમાત્ર એવો પ્લાન હતો જેમાં દરરોજ 1GB ડેટા મળતો હતો. અત્યારે MyJio એપ પર ‘Affordable Packs’ સેક્શનમાં આ પ્લાન જોવા મળી રહ્યો નથી. કંપની આ પ્લાન ફરી લાવશે કે તેની જગ્યાએ કોઈ નવો ઓપ્શન આપશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


આ પણ વાંચો:  જો 90 દિવસ સુધી રિચાર્જ નહીં કરો તો મોબાઈલ નંબર થઈ જશે બંધ, જાણો તમારું સિમ કાર્ડ બચાવવાની રીત

આ પણ વાંચો: મોબાઈલ પર અચાનક કેમ વાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકાર કરી રહી છે ઈમરજન્સી એલર્ટનું ટેસ્ટિંગ