Not Set/ ૧૧ ફૂટની ઉંચાઈ પર ભારત-ચીનની બોર્ડર પર જવાનો સાથે પીએમ મોદીએ ઉજવી દિવાળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે દેહરાદૂન પહોચ્યા છે. ત્યાંથી તેઓ ઉત્તરાખંડમાં ભારત-ચીનની સીમા નજીક હર્ષિલ સ્થળ પર પહોચ્યા છે. અહી તેમણે ૧૧ ફૂટ ઉંચાઈ પર સેનાના પ્રમુખ અને આઈટીબીપીના ડીજી સાથે મુલાકાત કરી અને દેશના જવાનો સાથે દિવાળી મનાવી છે. વડાપ્રધાન મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા. Happy #Diwali! May this […]

Top Stories India Trending Politics

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે દેહરાદૂન પહોચ્યા છે. ત્યાંથી તેઓ ઉત્તરાખંડમાં ભારત-ચીનની સીમા નજીક હર્ષિલ સ્થળ પર પહોચ્યા છે. અહી તેમણે ૧૧ ફૂટ ઉંચાઈ પર સેનાના પ્રમુખ અને આઈટીબીપીના ડીજી સાથે મુલાકાત કરી અને દેશના જવાનો સાથે દિવાળી મનાવી છે. વડાપ્રધાન મોદીએ જવાનોને મીઠાઈ ખવડાવી અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા.

હર્ષિલમાં પીએમ મોદીએ સેનાના પ્રમુખ સાથે મુલાકાત કરી. અહી તેમણે આઈટીબીપીના જવાનો સાથે દિવાળી મનાવી. દેહરાદૂનથી નીકળ્યા પહેલા તેમણે દિવાળીની શુભેરછા પાઠવતું ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું છે કે દિવાળીનો તહેવાર તમારા લોકોની ઝીંદગીમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે.

ત્યારબાદ પીએમ કેદારનાથની ઘાટીઓ પર પહોચ્યા હતા. અહી તેમણે બાબા કેદારનાથના દર્શન કર્યા. અહી વડાપ્રધાન  બીજા ઘણા કામનું લોકાર્પણ પણ કરશે.

આ કાર્યોમાં મંદિર સુધીનો રસ્તો, મંદાકિની નદી પર ઘાટ અને પુરોહિતો માટે ઘર વગેરેનો સમાવેશ થાય છે.