Not Set/ આ છે દુનિયાનો સૌપ્રથમ ફોલ્ડ થઇ શકે એવો સ્માર્ટફોન, જાણો, આ મોબાઈલના ફિચર્સ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી LG, સેમસંગ સહિતની અનેક સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ દ્વારા ફોલ્ડ થઇ શકે એવા મોબાઈલ લાવવાની યોજના પર કામ કરી રહી હતી. આ વચ્ચે ચીનની એક કંપની દ્વારા આ પ્રકારનો ખાસ સ્માર્ટફોન બનાવવામાં આવ્યો છે. આ કમાલ ચીની કંપની રોયોલ કૉર્પોરેશને કરી છે. આ કંપની દ્વારા વિશ્વના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોંચ કરાયો […]

Trending Tech & Auto

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી LG, સેમસંગ સહિતની અનેક સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ દ્વારા ફોલ્ડ થઇ શકે એવા મોબાઈલ લાવવાની યોજના પર કામ કરી રહી હતી. આ વચ્ચે ચીનની એક કંપની દ્વારા આ પ્રકારનો ખાસ સ્માર્ટફોન બનાવવામાં આવ્યો છે.

TECH-features-first-foldable-smartphone-world

આ કમાલ ચીની કંપની રોયોલ કૉર્પોરેશને કરી છે. આ કંપની દ્વારા વિશ્વના પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોંચ કરાયો છે. તેનું નામ નામ FlexPai છે.

TECH-features-first-foldable-smartphone-world

આ ફોન સામાન્ય સ્માર્ટફોન કરતાં ઘણો મોટો જોવા મળે છે, પરંતુ ફોલ્ડના કારણે તમે તેને સ્માર્ટફોન અને ટેબ્લેટ્સ એમ બંને રીતે ઉપયોગ કરી શકો છો. આ સ્માર્ટફોનના મધ્યમાં AMOLED ડિસ્પ્લે મળે છે.

જાણો, આ સ્માર્ટફોનના ખાસ ફિચર્સ :

આ ફોલ્ડબલ સ્માર્ટફોન ૭.૮ ઇંચ (૧૯૨૦ X ૧૪૪૦) ડિસ્પ્લે આપવામાં આવી છે. જો તમે તેને ફોલ્ડ કરો છો, તો તે 4 ઇંચ કરતાં નાની થઇ શકે છે. FlexPaiમાં તમને ૭ nm ઓક્ટા-કોર ક્વોલકોમ ચિપસેટ મળે છે જે સૌથી લેટેસ્ટ સ્નેપડ્રેગન 855 / સ્નેપડ્રેગન 8150 ફ્લેગશિપ પ્રોસેસર છે.

TECH-features-first-foldable-smartphone-world

 કેટલાક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આ સ્માર્ટફોનમાં ત્રણ કન્ફયુગ્રેશન સાથે આવે છે, જેમાં ૬ GB + ૧૨૮ GB, ૮ GB + ૨૫૬ GB, ૮ GB + ૫૧૨ GB છે.

આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કૅમેરો પણ મળે છે, જેમાં ૧૬ મેગાપિક્સલનો વાઇડ એન્ગલ લેન્સ અને ૨૦ મેગાપિક્સેલ ટેલિફોટો લેન્સ કૅમેરો શામેલ છે.

TECH-features-first-foldable-smartphone-world

કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ ફોન ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી “રો ચાર્જ” સાથે આવે છે. આ ફોન માત્ર એક કલાકમાં ૮૦ % સુધીનો ચાર્જ કરી શકે છે. તમને આમાં USB ટાઇપ-સી સપોર્ટ પણ મળશે.

TECH-features-first-foldable-smartphone-world

બતાવવામાં આવી રહ્યું છે કે, આ ફોન કોમર્શિયલ યુઝ માટે તૈયાર છે અને કંપની દ્વારા તેનું ડિસેમ્બર મહિનાથી વેચાણ શરૂ કરવામાં આવી શકે છે. ચીનમાં આ સ્માર્ટફોનનો પ્રી-ઓર્ડર ૩૧ ઓક્ટોબરથી શરૂ થયો છે.

FlexPaiની પ્રારંભિક કિંમત ચાઇનીઝ ચલણમાં 8,999 (આશરે ૯૫,000 રૂપિયા) છે, જયારે હાયર વેરિયન્ટની કિંમત રૂ. ૧,૩૭,૦૦૦ સુધી જઈ શકે છે.