Not Set/ બ્લેક્મની પાછો લાવવાનો દાવો માત્ર કાગળ પર, એક વર્ષમાં સ્વિસ બેંકમાં જમા થયું ૭૦૦૦ કરોડનું કાળુંનાણું

નવી દિલ્હી, આજથી લગભગ ચાર વર્ષ પહેલા મોદી સરકાર દ્વારા વિદેશમાંથી બ્લેક્મની પાછો લાવવાના કરવામાં આવેલા દાવાઓ માત્ર કાગળ પર જ સાબિત થઇ રહ્યા છે. ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવેલું ધન ચાર વર્ષમાં વધીને પ્રથમ વાર વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં આ બ્લેકમની વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા (૧ અબજ ફ્રેંક) થઇ ગયું છે, […]

Top Stories India Trending

નવી દિલ્હી,

આજથી લગભગ ચાર વર્ષ પહેલા મોદી સરકાર દ્વારા વિદેશમાંથી બ્લેક્મની પાછો લાવવાના કરવામાં આવેલા દાવાઓ માત્ર કાગળ પર જ સાબિત થઇ રહ્યા છે. ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં જમા કરાવવામાં આવેલું ધન ચાર વર્ષમાં વધીને પ્રથમ વાર વધ્યું છે.

છેલ્લા એક વર્ષમાં આ બ્લેકમની વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા (૧ અબજ ફ્રેંક) થઇ ગયું છે, જે એક વર્ષની સરખામણીમાં ૫૦ ટકાથી પણ વધુ છે. સ્વિઝરલેન્ડના સેન્ટ્રલ બેંક દ્વારા જાહેર કરાયેલા હાલના આંકડાઓમાં આ માહિતી સામે આવી છે.

સ્વિઝરલેન્ડના સેન્ટ્રલ બેંકના રિપોર્ટ મુજબ, સ્વિસ બેન્કોમાં ભારતીય લોકો દ્વારા પોતાના ખાતામાં રાખવામાં આવેલી બ્લેકમનીમાં ૫૦ % વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલાના ત્રણ વર્ષોમાં બેન્કોમાં ભારતીય લોકો દ્વારા જમા કરાવવામાં આવેલા રૂપિયામાં ઘટાડો થયો હતો.

સ્વિસ નેશનલ બેન્કોના એન્યુઅલ આંકડાઓ અનુસાર, સ્વિસ બેન્કોના ખાતામાં જમા ભારતીય રૂપિયામાં ૨૦૧૬માં ૪૫ ટકા ઘટીને ૬૭.૬ કરોડ ફ્રેંક (૪૫૦૦ કરોડ રૂપિયા) રહી ગયું હતું.

એકબાજુ જ્યાં સ્વિસ બેન્કોમાં ભારતીયોના પૈસામાં વધારો થયો છે જયારે પાકિસ્તાનીઓ દ્વારા જમા કરાવેલા રૂપિયામાં ૨૦ ટકાનો ઘટાડો આવ્યો છે.

સ્વિસ બેન્કોમાં ભારતીયો દ્વારા જમા કરાવવામાં આવેલા ધનમાં ૨૦૧૧માં ૧૨ %, ૨૦૧૩માં ૪૩ %, ૨૦૧૭મ ૫૦.૨%ની વૃદ્ધિ થઇ છે જયારે ૨૦૧૪માં ૧૦ %, ૨૦૧૫માં ૩૩ %, ૨૦૧૬માં ૪૨ %નો ઘટાડો નોધાયો હતો.

આ વચ્ચે સ્વિઝરલેન્ડના બેન્કોનો નફો ૨૫ % વધીને ૨૦૧૭માં ૯.૮ અબજ ફ્રેંક થઇ ગયો છે. પરંતુ, આ દરમિયાન આ બેન્કોના વિદેશી ગ્રાહકોમાં ઘટાડો થયો છે. આ પહેલા સ્વિસ બેન્કોનો નફો ૨૦૧૬માં ઘટીને ૭.૯ અબજ ફ્રેંક થઇ ગયો હતો.