Tech News/ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે આ અનોખો AI ટ્રેન્ડ, એક જ ક્લિકમાં બનાવો તમારા બાળપણ સાથેનો ફોટો

ઇન્સ્ટાગ્રામ પર ‘Meet Your Younger Self’ ટ્રેન્ડ વાયરલ થયો છે, જેમાં AI દ્વારા બાળપણ અને વર્તમાનની તસવીર એક જ ફ્રેમમાં બનાવાય છે. જાણો આ ફોટો બનાવવા માટેનો ખાસ પ્રોમ્પ્ટ અને રીત.

Viral Video Trending Tech & Auto
AI ની મદદથી તમારી જૂની યાદોને આપો નવો ઓપ

How to Create AI Photo with Younger Self:  ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યારે એક અનોખો ટ્રેન્ડ ધૂમ મચાવી રહ્યો છે, જેનું નામ છે ‘Meet Your Younger Self’ (તમારા બાળપણના રૂપને મળો). આ ટ્રેન્ડમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ની મદદથી તમારી અત્યારની તસવીર અને બાળપણની તસવીરને એક જ ફ્રેમમાં એવી રીતે જોડવામાં આવે છે કે જાણે તમે પોતે જ તમારા બાળપણ સાથે વાતો કરી રહ્યા હોવ!

શું છે આ ‘Meet Your Younger Self’ ટ્રેન્ડ?

આ ટ્રેન્ડ માત્ર ફોટો એડિટિંગ નથી, પણ યાદોની એક સફર છે:

ઈમોશનલ કનેક્ટ: આમાં યુઝર્સ પોતાના વર્તમાન અને બાળપણના વર્ઝનને એકસાથે જોઈ શકે છે.

વાતચીત કરતો લુક: AI ટૂલ એવી રીતે ઈમેજ જનરેટ કરે છે કે બંને પાત્રો એકબીજા સામે જોઈ રહ્યા હોય અથવા વાતો કરી રહ્યા હોય તેવું લાગે છે.

સમયનો બદલાવ: આ તસવીરો સમયની સાથે તમારા ચહેરા અને વ્યક્તિત્વમાં આવેલા બદલાવને ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે.

કેવી રીતે બનાવશો આવી AI ફોટો?

આ ફોટો બનાવવા માટે તમારે કોઈ પ્રોફેશનલ એડિટરની જરૂર નથી, બસ આ સ્ટેપ્સ ફોલો કરો:

ફોટો સિલેક્શન: તમારી અત્યારની એક સ્પષ્ટ ફોટો અને બાળપણની એક સારી ફોટો પસંદ કરો જેમાં ચહેરો સાફ દેખાતો હોય.

AI ટૂલનો ઉપયોગ: ચેટજીપીટી (ChatGPT) અથવા અન્ય કોઈ પણ AI ઈમેજ જનરેટર ટૂલ ઓપન કરો.

પ્રોમ્પ્ટ આપો: નીચે મુજબનો પ્રોમ્પ્ટ કોપી કરીને ટૂલમાં પેસ્ટ કરો:

“Create an ultra-realistic photo of me and my younger self side by side. Use soft cinematic light and a simple background. Younger self on left smiling, present self looking at younger self with calm expression, high photographic quality. Aspect ratio 4:5.”

ડાઉનલોડ અને શેર: AI થોડી સેકન્ડોમાં તમારી અદભૂત તસવીર તૈયાર કરી દેશે, જેને તમે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો છો.


આ પણ વાંચો:  ભીડભાડમાં પણ WhatsApp કોલ પર અવાજ આવશે એકદમ સાફ, જાણો શું છે નવું નોઈઝ કેન્સલેશન ફીચર