Tech News/ ભીડભાડમાં પણ WhatsApp કોલ પર અવાજ આવશે એકદમ સાફ, જાણો શું છે નવું નોઈઝ કેન્સલેશન ફીચર

WhatsApp તેના યુઝર્સ માટે નોઈઝ કેન્સલેશન ફીચર લાવી રહ્યું છે. આ ફીચર કોલિંગ દરમિયાન બેકગ્રાઉન્ડના ઘોંઘાટને દૂર કરી ક્લિયર અવાજ પૂરો પાડશે. જાણો આ ફીચરની વિશેષતાઓ અને તે ક્યારે ઉપલબ્ધ થશે.

Trending Tech & Auto
WhatsApp

New Feature in WhatsApp:  મેટાની માલિકીનું લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) સતત નવા ફીચર્સ લાવીને યુઝર્સના એક્સપિરિયન્સને બહેતર બનાવી રહ્યું છે. હવે વોટ્સએપ એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની ઘણા સમયથી માંગ હતી. આ નવું ‘નોઈઝ કેન્સલેશન’ (Noise Cancellation) ફીચર વોઈસ અને વિડીયો કોલિંગ દરમિયાન બેકગ્રાઉન્ડના બિનજરૂરી અવાજને ઓટોમેટિક ફિલ્ટર કરી દેશે.

શું છે WhatsApp નોઈઝ કેન્સલેશન ફીચર?

ઘણીવાર આપણે ટ્રાફિકમાં, બજારમાં કે કોઈ ભીડભાડવાળી જગ્યાએ હોઈએ ત્યારે વોટ્સએપ કોલ પર વાત કરવી મુશ્કેલ બને છે. સામેવાળી વ્યક્તિને આપણો અવાજ સંભળાવાને બદલે આસપાસનો ઘોંઘાટ વધુ સંભળાય છે. આ નવું ફીચર રિયલ-ટાઇમમાં ટ્રાફિકનો અવાજ, પવનનો સુસવાટો કે અન્ય કોઈ પણ ડિસ્ટર્બન્સને ઓછું કરી દેશે, જેથી તમારો અવાજ એકદમ સ્પષ્ટ સંભળાશે.

WhatsApp

કેવી રીતે કામ કરશે આ ફીચર?

ડિફોલ્ટ મોડ: રિપોર્ટ મુજબ, આ ફીચર સામાન્ય રીતે ડિફોલ્ટ મોડમાં રહેશે.

ઓન/ઓફ કંટ્રોલ: યુઝર્સ કોલ ઇન્ટરફેસ દરમિયાન પોતાની જરૂરિયાત મુજબ આ ઓપ્શનને ચાલુ કે બંધ કરી શકશે.

બીટા ટેસ્ટિંગ: હાલમાં આ ફીચર એન્ડ્રોઇડ બીટા યુઝર્સ (વર્ઝન 2.26.14.14) માટે જોવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ તે તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

મહત્વની વાત: આ ફીચર તમારા છેડેથી અવાજ સાફ કરશે, એટલે કે સામેવાળી વ્યક્તિને તમારો અવાજ ક્લિયર સંભળાશે. જો તમારે તેમનો અવાજ સાફ સાંભળવો હોય, તો તેમના ફોનમાં પણ આ ફીચર ઓન હોવું જરૂરી છે.

કોને થશે સૌથી વધુ ફાયદો?

WhatsApp નું આ ફીચર ખાસ કરીને રિમોટ વર્કર્સ, વિદ્યાર્થીઓ અને એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ સતત બહાર રહીને કામ કરે છે. હવે યુઝર્સને કોલ પર વાત કરવા માટે શાંત જગ્યા શોધવાની જરૂર નહીં પડે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનું લોકેશન બદલ્યા વિના જ શ્રેષ્ઠ કોલિંગ ક્વોલિટીનો અનુભવ કરી શકશે.


આ પણ વાંચો:હવે બાળકોના WhatsApp પર રહેશે માતા-પિતાનો કંટ્રોલ! આવી રહ્યું છે ‘Parent-Managed Accounts’ ફીચર

આ પણ વાંચો: સિમ વગર ચાલતા WhatsApp-Telegram પર લાગશે રોક! સાયબર ક્રાઈમ રોકવા સરકારનો કડક નિયમ

આ પણ વાંચો: એક લિંક, એક નંબર અને આખું WhatsApp એકાઉન્ટ હેક! CERT-In ની મોટી ચેતવણી