No Fuel Shortage in Gujarat: હાલમાં પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને Gujarat રાજ્ય સરકાર પેટ્રોલિયમ અને અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર સતત નજર રાખી રહી છે અને તેને સામાન્ય લોકો સુધી પંહોચતી કરવા જરૂરી પગલાં લઈ રહી છે
આ બાબતે આજે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, અમદાવાદ ખાતે પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરા, ગુજરાત (Gujarat) રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગમાંથી જમીન સંરક્ષણ એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ અને પીઆઇબીનાં ડાયરેક્ટર જનરલ પ્રશાંત પાઠરાબે ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ વિભાગોના અધિકારીઓએ રાજ્યમાં (Gujarat) પેટ્રોલિયમ, એલપીજી અને ખાતરની સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવ્યું હતું. તેમજ લોકોને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટમાં ખરીદી ન કરવાની અપીલ કરી હતી.
રાજ્યમાં (Gujarat)ઈંધણ પુરવઠાની સ્થિતિની માહિતી આપતા આઈઓસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોડલ અધિકારી સંજીબ બેહરાએ જણાવ્યું હતું:
વર્તમાન પરિસ્થિતિ: પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમો વચ્ચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણના પુરવઠા પર સતત અને ખૂબ જ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.
નાગરિકોને ખાતરી: રાજ્યમાં (Gujarat)પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પ્રકારની અછત નથી, તેથી ગભરાવાની જરૂર નથી.
સંકલન: ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય અને ગુજરાત (Gujarat) રાજ્ય સરકાર વચ્ચે સીમલેસ સંકલન ચાલુ છે જેથી વિતરણ વ્યવસ્થા સુદ્રઢ રહે.
સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપલબ્ધ છે અને તમામ રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) સામાન્ય રીતે કાર્યરત છે.
આઉટલેટ્સની સંખ્યા (01.04.2026 મુજબ):
પીએસયુ (PSU): 5133 (IOCL: 2261, BPCL: 1500, HPCL: 1372)
ખાનગી: 1555 (Nayara: 1193, RBML: 268, Shell: 94)
કુલ ઉદ્યોગ: 6688 આઉટલેટ્સ.
વેચાણના આંકડા (MS/HSD) – સરેરાશ પ્રતિ માસ:
કુલ ઉદ્યોગ વેચાણ (MS+HSD): 9,84,480 (કિલો લિટર)
દૈનિક સરેરાશ વેચાણ (Industry): 32,422 (કિલો લિટર)
ગભરાટમાં ખરીદી (Panic Buying) ના આંકડા:
માર્ચના અંતમાં જોવા મળેલા ગભરાટને કારણે વેચાણમાં ઉછાળો આવ્યો હતો:
23.03.2026: કુલ વેચાણ (PSU) – 35,084 (સામાન્ય કરતા ઘણું વધારે)
24.03.2026: કુલ વેચાણ (PSU) – 44,733
ઓઈલ માર્કેટિંગ કંપનીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર:
રાજ્યમાં 16 ડેપો/ટર્મિનલ, 11 એલપીજી બોટલિંગ પ્લાન્ટ અને 1042 એલપીજી વિતરકો કાર્યરત છે.
ઘરેલું એલપીજી (LPG) પરિસ્થિતિ
ગુજરાતમાં એલપીજી વિતરકો પાસે સ્ટોક પૂરતો છે અને કોઈ પણ જગ્યાએ ‘ડ્રાય-આઉટ’ની સ્થિતિ નથી.
રીફિલ બુકિંગ અને ડિલિવરી:
ગઈકાલે: 1,76,983 બુકિંગ અને 2,43,088 ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી.
ગયા મહિને: કુલ 68,02,726 સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવી.
ડિજિટલ પહેલ: રાજ્યમાં 88% બુકિંગ ડિજિટલ માધ્યમથી થાય છે અને 85% સપ્લાય DAC કોડ આધારિત છે.
ઉજ્જવલા (PMUY): માર્ચ 2026 માં 16,11,771 રીફિલ્સ આપવામાં આવ્યા.
ઓછા વપરાશવાળા પરિવારો માટે સહાય:
5 કિગ્રા એફટીએલ (FTL) સિલિન્ડરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી છે. ગુજરાતમાં સરેરાશ 2,00,000 આવા સિલિન્ડર વેચાય છે, જે દેશમાં સૌથી વધુ છે. (23 માર્ચથી 4 એપ્રિલ વચ્ચે 74,622 નંગ વેચાયા).
વ્યાપારી ઈંધણ વપરાશ અને પુરવઠો
વાણિજ્યિક LPG પુરવઠાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
મોનિટરિંગ અને પાલન અંગેની કાર્યવાહી
સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે રાજ્ય સરકાર કડક પગલાં લઈ રહી છે:
દરોડા: 2451
જપ્તી: 215 સિલિન્ડર
નોટિસ/FIR: 1 FIR નોંધવામાં આવી છે.
તપાસ: ઓએમસી (OMCs) દ્વારા 486 એલપીજી વિતરકો અને 1644 પેટ્રોલ પંપની તપાસ કરવામાં આવી. 24 વિતરકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
Gujarat સરકારની વિશેષ કામગીરી
હેલ્પલાઇન: એલપીજી ગ્રાહકો માટે રાજ્ય સરકાર દ્વારા 1800-233-0222 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 11,761 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે.
ખોટી માહિતી અને અફવાઓ ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નાગરિકો માટે એડવાઇઝરી
ગભરાટમાં આવીને ઈંધણની ખરીદી (Panic Buying) કરશો નહીં.
માત્ર સત્તાવાર સ્ત્રોતો અને સરકારી યાદીઓ પર જ વિશ્વાસ કરો.
એલપીજી બુકિંગ માટે ડિજિટલ મોડનો ઉપયોગ કરો.
શક્ય હોય ત્યાં વૈકલ્પિક ઈંધણ (PNG/ઈલેક્ટ્રિક રસોઈ) નો ઉપયોગ કરો.
બિનજરૂરી ભીડ ટાળો અને ઊર્જાની બચત કરો.
ગુજરાત રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધીએ રાજ્યમાં નાગરિક પુરવઠા અંગે નીચે મુજબ માહિતી આપી હતી. જેમાં
એલ.પી.જી. (ઘરેલું વપરાશ અને દેખરેખ)
મોનિટરિંગ: ગ્રાહકોને સમયસર ગેસ મળી રહે તે માટે 1029 ટીમો (રેવન્યુ અને પોલીસ કર્મચારીની) કાર્યરત છે.
તપાસ: તા. 05-03-2026 થી અત્યાર સુધીમાં 3368 તપાસ કરવામાં આવી છે.
હેલ્પલાઇન: 1800-233-0222 નંબર પર અત્યાર સુધી 11,761 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
કેરોસીન અને અન્ય વિગતો ( LPG ઉપરાંત વધારાની ફાળવણી )
કેરોસીન: ગુજરાતને (Gujarat )1452 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે, જેનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં થશે.
ભાવ: જિલ્લાઓ દ્વારા ₹61.40 થી ₹66.14 પ્રતિ લીટરનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાનુસાર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LPG ઉપરાંત કેરોસીનના વિતરણની વધારાની વ્યવસ્થા કેરોસીન ડીલર એસોસિયેશન તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે ગોઠવવામાં આવેલ છે.
જિલ્લાવાર વિતરણ: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં 36 KL કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે.
આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવશે જેમાં પરિવાર દીઠ 5 લિટર તથા સંસ્થાઓ દીઠ 25 લિટર વિતરણ કરવામાં આવશે. જે પૈકી મોટા પરિવારો તથા મોટી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
આ કેરોસીનનો ઉપયોગ ફક્ત રાંધવા માટે તેમજ પ્રકાશની વ્યવસ્થા કરવા માટે કરી શકાશે
ઓનલાઈન પ્લેટફોર્મ: કેરોસીન ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે NIC દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જે ગત સોમવાર થી ચાલુમાં છે જેનું URL: https://ipds.gujarat.gov.in/ છે.
વિતરણ વ્યવસ્થા અને સંગ્રહ:
સ્ટોરેજ ડેપો: રાજ્યમાં કેરોસીન સંગ્રહ માટે બરોડા અને પાલનપુર ખાતે ૨ સ્ટોરેજ ડેપો નિયત કરવામાં આવ્યા છે.
વિતરણ કેન્દ્રો: દરેક તાલુકામાં એક પેટ્રોલપંપ પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લા સ્તરે ઓછામાં ઓછા 12000 લિટર કેરોસીનની (1 ટેન્કર લોડ) ઓનલાઈન માંગણી મળેથી તાત્કાલિક કેરોસીનનું વિતરણ દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકો માટે LPG તેમજ ભોજનની કરાયેલ વ્યવસ્થા
શ્રમ અને રોજગાર વિભાગ હેઠળની સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી કેન્ટીનોને 100% LPG પૂરો પાડવામાં આવે છે.
ઔદ્યોગિક કેન્ટીનમાં શ્રમિકોની ભોજન વ્યવસ્થા માટે 25% જથ્થો ફાળવેલ છે.
શ્રમિકો માટે 5 કિલો સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં 54,000 થી વધુ 5 કિલો સિલિન્ડરનું વિતરણ કરવામાં આવેલ છે. જે બાબતે ગુજરાત (Gujarat)સમગ્ર દેશમાં મોખરે છે.
શ્રમ અને રોજગાર વિભાગ, ઉદ્યોગ વિભાગ તેમજ ઉદ્યોગો સાથે ઘનિષ્ઠ સંકલન કરીને જરૂરિયાત મુજબ 5 કિલોના સિલિન્ડર પૂરા પાડવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ ઉપરોક્ત પગલાંના કારણે સુરત રેલવે ડિવિઝન દ્વારા ઉપલબ્ધ ડેટા મુજબ, વર્ષ 2025ની સરખામણીમાં વર્ષ 2026 માં ફક્ત 50% શ્રમિકોએ મુસાફરી કરેલ છે. જેથી સ્થળાંતર જેવી કોઇ સ્થિતિ જણાતી નથી.
આ ઉપરાંત સુરત ઔદ્યોગિક ઝોન જેમાં વલસાડ, નવસારીનો પણ સમાવેશ થાય છે જેમાં ખૂબ ઓછી સંખ્યામાં શ્રમિકોનું સ્થળાંતર જોવા મળેલ છે.
સૂરત ખાતે માનનીય નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, કલેક્ટર તથા અન્ય અધિકારીઓની ઉદ્યોગો સાથે યોજાયેલી બેઠકમાં સર્વે ઉદ્યોગોએ LPG માટે રાજ્ય (Gujarat) સરકારે કરેલ વ્યવસ્થા માટે સંતોષ દાખવેલ છે તેમજ કોઈ ફરિયાદ મળેલ નથી.
રાજ્યમાં રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે કૃષિ વિભાગમાંથી જમીન સંરક્ષણ એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લએ નીચે મુજબની માહિતી આપી હતી.
હાલ રાજ્યમાં (Gujarat) ઉનાળુ ઋતુ ચાલી રહેલી છે અને રાજ્યમાં 12.27 લાખ હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર પુર્ણ થયેલ છે.
રાજ્યમાં કૃષિ ક્ષેત્રની મુખ્ય ઋતુ ખરીફ હોય છે. ખરીફ ઋતુમાં સરેરાશ 86 લાખ હેકટરનું વાવેતર થાય છે અને ખરીફના પાકોનું વાવેતર 15-20 જૂન પછીથી એટલે કે સારા વરસાદ બાદ શરૂ થતું હોય છે.
ભારત સરકાર દ્વારા એપ્રિલ થી સપ્ટેમ્બર માસ દરમિયાનની ખરીફ ઋતુ માટે રાજ્યને પુરતી માત્રામાં જરુરીયાત મુજબના ખાતરનું ફાળવણી કરેલી છે.
ખાતર ઉપલબ્ધતા
રાજ્યમાં (Gujarat) હાલ 1.87 લાખ મેટ્રિક ટન યુરિયા, 0.45 લાખ મેટ્રિક ટન ડીએપી અને 1.80 લાખ મેટ્રિક ટન એનપીકે ખાતરો ઉપલબ્ધ છે.
ભારત સરકાર દ્વારા રાજ્યની માંગણી મુજબ એપ્રિલ માસ માટે 9૦,૦૦૦ મેટ્રિક ટન યુરીયા, 7૦,૦૦૦ મેટ્રિક ટન ડીએપી અને 9૦,૦૦૦ મેટ્રિક ટન એનપીકે ખાતરોની ફાળવણી કરવામાં આવેલ છે. જે પૈકી 2૦,૦૦૦ મેટ્રિક ટન ખાતરનો સપ્લાય થઇ ગયેલ છે.
હાલ રાજ્યમાં દરેક જિલ્લામાં પૂર્તિ માત્રામાં તમામ ખાતરો ઉપલબ્ધ છે અને આગામી સમયમાં પણ પુરવઠો સામાન્ય જ રહેનાર છે
રાજ્યમાં (Gujarat) સબસીડીવાળા રાસાયણિક ખાતરો ઉપરાંત સંકલિત ખાતર વ્યસ્થાપન માતે જરુરી એવા જૈવિક ખાતરો, સેન્દ્રીય ખાતરો, 100 ટકા દ્રાવ્ય રાસાયણિક ખાતરો અને નવા યુગના નેનો ફર્ટિલાઇઝર એટલે કે નેનો યુરિયા અને નેનો ડીએપી વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે.
મોનીટરીંગ વ્યવસ્થા
માનનીય મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યમાં આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠા અંગે બે વખત સમીક્ષા (Gujarat) બેઠક યોજવામાં આવેલી છે. સાથે જ માનનીય મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાની (Gujarat) ઉચ્ચ મોનિટરિંગ કમિટીની પણ રચના કરવામાં આવેલ છે, જેના દ્વારા રાજ્યમાં આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠા અંગે પણ સતત મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલ કમિટી દ્વારા પણ સંબંધિત અધિકારી – કંપનીઓ સાથે બેઠકો કરી સતત મોનિટરિંગ કરી રહેલ છે.
કૃષિ વિભાગ દ્વારા વિજિલન્સ ટીમોની રચના કરી ઉપલબ્ધ રાસાયણિક ખાતરનો કૃષિ સિવાય અન્ય કોઈ ક્ષેત્રે ઉપયોગ ન થાય, સંગ્રહખોરી કે કાળાબજારી ન થાય તે માટે સતત ક્ષેત્રિય મુલાકાત કરી ચકાસણી કરવામાં આવી રહેલ છે. આ ઉપરાંત રાજ્ય અને જિલ્લા કક્ષાએ ખાતર સંબંધી કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલા છે ગામ, તાલુકા અને જિલ્લાસ્તરે ત્રણ-સ્તરીય નિયંત્રણ (નિગરાની સમિતિઓ) કાર્યરત કરવામાં આવી છે.
ક્ષેત્રીય કામગીરી
વર્ષ 2025-26 દરમિયાન
ઉત્પાદકો, વિક્રેતાઓ તથા શંકાસ્પદ એકમોમાં કુલ 6,291 નિરીક્ષણો/તપાસ હાથ ધરવામાં આવેલ.
238 ખાતર લાયસન્સો સ્થગિત / રદ કરવામાં આવ્યા
ડાયવર્ઝન, કાળાબજારી અને નકલી ખાતરોના મામલે 22 એફ.આઈ.આર. નોંધવામાં આવી
તારીખ 1-04-2026 થી 3-04-2026 દરમિયાન સ્પેશિયલ સ્કોર્ડ કરી અને કૃષિ વિભાગ દ્વારા રિટેલરો અને શંકાસ્પદ યુનિટોની મુલાકાત કરવામાં આવેલી છે
14જિલ્લાઓમાં કુલ 28 ટીમો મારફત કુલ 417 ખાતર વિક્રેતાઓ તથા 52 ટેકનીકલ ગ્રેડ યુરીયા ખાતર વપરાશ કરતા એકમોની તપાસ કરી છે.
સબસીડાઇઝડ ખાતરની ખરીદી અંગે કુલ 462 ખેડૂતોની ખાતર ખરીદી બાબતે ક્રોસ ચેક કરવામાં આવેલ.
કુલ 12 રાસાયણિક ખાતરના તથા 24 શંકાસ્પદ યુરીયા (AGU)ખાતરના નમુનાઓ લેવામાં આવેલ.
અનિયમિતતાઓને ધ્યાને લઇ કુલ 149 વિક્રેતાઓને નોટીસ આપવામાં આવેલ છે.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે 62 કરોડના ખર્ચે તૈયાર થયેલી 182 નવી બસોને આપી લીલી ઝંડી
આ પણ વાંચો: એસ.ટી. નિગમને વર્ષે 1000 કરોડ રૂપિયાની ખોટ ,છતાં ભાડા નહીં વધારાય
આ પણ વાંચો: શહેરોના ભવિષ્ય પર IAS શાલિની અગ્રવાલનું પુસ્તક, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું વિમોચન


