Mahesana News/ નવા વર્ષની પહેલાં મહેસાણા જિલ્લા પોલીસમાં મોટો ગંજીફો, 206 પોલીસકર્મીઓની સાગમટે બદલી

નવા વર્ષની પહેલાં મહેસાણા જિલ્લા પોલીસ (Police) બેડામાં મોટો વહીવટી ફેરફાર. SP હિમાંશુ સોલંકી દ્વારા 206 પોલીસકર્મીઓની સાગમટે બદલીના ઓર્ડર જાહેર. ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાની બદલીઓથી પોલીસ વિભાગમાં હલચલ.

Gujarat Others Trending
Police

Mehsana District Police Transfer:  નવા વર્ષની ઘડીઓ પહેલાં મહેસાણા જિલ્લા પોલીસ  (Police) બેડામાં મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે. જિલ્લા પોલીસ વડા SP હિમાંશુ સોલંકી દ્વારા એકસાથે 206 પોલીસકર્મીઓની બદલીના હુકમ જાહેર કરવામાં આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ભારે ચર્ચા અને હલચલ સર્જાઈ છે.

ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલકક્ષાની બદલી

આ બદલી પ્રક્રિયામાં જાહેરહિત તેમજ સ્વખર્ચે બંને પ્રકારની બદલીઓ કરવામાં આવી છે. મહત્વનું એ છે કે આ બદલીઓ ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓને આવરી લે છે, જેથી મેદાની લેવલથી લઈને સ્ટેશન સ્તર સુધી વ્યવસ્થામાં નવો ચહેરો જોવા મળશે.

પોલીસ (Police) બેડામાં સાગમટે બદલીઓ

પોલીસ (Police) તંત્રમાં કાર્યક્ષમતા વધારવા, લાંબા સમયથી એક જ જગ્યાએ રહેલા કર્મચારીઓમાં ફેરફાર લાવવા તેમજ શિસ્ત અને પારદર્શકતા મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા વર્ષના આગમન પહેલાં થયેલી આ વ્યાપક બદલીને કારણે જિલ્લામાં પોલીસ કામગીરીમાં નવી ઉર્જા અને તાજગી આવવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે એકસાથે એટલી મોટી સંખ્યામાં બદલીના ઓર્ડરથી કેટલાક પોલીસ સ્ટેશનોમાં સંપૂર્ણ ટીમ બદલાઈ ગઈ છે, જ્યારે કેટલાક કર્મચારીઓ માટે આ બદલી કારકિર્દીમાં નવી જવાબદારી અને નવી પડકારરૂપ બની છે.

નવા વર્ષની શરૂઆત સાથે જ મહેસાણા જિલ્લા પોલીસ (Police) નવા બંધોબસ્ત, નવી જવાબદારીઓ અને નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે, ત્યારે આ બદલીઓની અસર આવનારા દિવસોમાં સ્પષ્ટ રીતે જોવા મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેસાણાના 8 પોલીસકર્મીઓની અચાનક આંતરિક બદલી કરાઈ

આ પણ વાંચો: દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે ચીપાયો બદલીનો ગંજીપો

આ પણ વાંચો:રાજ્ય સરકારે 16 IAS અધિકારીની બદલીનો આદેશ, જુઓ કોને ક્યા અપાયું પોસ્ટિંગ