Beauty Tips: બજારના કેમિકલયુક્ત પ્રોડક્ટની સરખામણીએ આ ઘરે બનાવેલું ઉબટન (Ubtan Recipe) તદ્દન સુરક્ષિત હોય છે. સદીઓથી આપણા સૌના દાદીમા-નાનીમા (Dadi-Nani Trick) રુપ નિખારવા, ટૅનિંગ દૂર કરવા અને શુષ્ક ત્વચા (Dry Skin)ને કુમાશ આપવા માટે ઘરગથ્થુ ઉબટનનો પ્રયોગ કરતા આવ્યાં છે.
સ્કિનને ગ્લોઇંગ અને ચમકદાર બનાવવા માટે આજના સમયમાં મોટાભાગના લોકો માર્કેટમાં મળતા સ્કિન કેર પ્રોડક્ટ્સ (Skin Care Products) વાપરતા હોય છે પરંતુ, આ પ્રોડક્ટ્સમાં કેમિકલ હોય છે જે સ્કિનને ડેમેજ કરે છે. આ સંજોગોમાં તમે ઘરે જ નેચરલ ઉબટન તૈયાર કરીને તમારી ત્વચાને કુદરતી રીતે જ ચમકદાર બનાવી શકે છે. ડાઘ વિનાની અને નિખરેલી ત્વચા માટે લોકો જાણ્યે-અજાણ્યે સ્કિન કેર (Skin Care) પાછળ કેટલોય ખર્ચ કરી નાખતા હોય છે! મોંઘી બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવે છે પણ એમને મનવાંછિત પરિણામ મળતુ નથી! આ માટે તમે ઘરે બેઠા જ ઉબટન (Ubtan Recipe) બનાવીને સારું પરિણામ મેળવી શકો છો.
શું તમે પણ ગ્લોઇંગ અને ઝગારા મારતી સ્કિન મેળવવા ઇચ્છો છો? બ્યુટી પાર્લરમાં મોંઘીદાટ ટ્રીટમેન્ટ કરાવો છો? વાસ્તવમાં, કુદરતે આપણને એવી ઘણી બક્ષિસો આપેલી છે જેનો ઉપયોગ કરીને આપણું જીવન અને પર્સનાલિટી બહેતર બની શકે છે. આવી જ એક કુદરતી બક્ષિસનું નામ છે ઘરે બનાવેલું ઉબટન! આ સંજોગોમાં રસોડામાં હાજર હાથવગા બેસનનો ઉપયોગ કરીને તમે ફેસને ચમકાવી શકો છો. સ્કિન કેરમાં સદીઓથી ચણાના લોટનો ઉપયોગ ઘરગથ્થુ નુસખાઓમાં થતો જ આવ્યો છે. આપણા દાદીમા અને નાનીમા પણ ઉબટન તરીકે આનો ઉપયોગ કરતા હતા. આ એક સદાબહાર ટ્રિક છે ચહેરાને તરોતાજા રાખવાની…
સદીઓથી આપણા સૌના દાદીમા-નાનીમા રુપ નિખારવા, ટૅનિંગ દૂર કરવા અને શુષ્ક ત્વચાને કુમાશ આપવા માટે ઘરગથ્થુ ઉબટનનો પ્રયોગ કરતા આવ્યાં છે. બજારના કેમિકલયુક્ત પ્રોડક્ટની સરખામણીએ આ ઘરે બનાવેલું ઉબટન (Ubtan Recipe) તદ્દન સુરક્ષિત હોય છે. આ સંજોગોમાં ચાલો જાણીએ કે ઘરે ઉબટન શી રીતે બનાવવું?

ઉબટન લગાડવાના ફાયદા (Ubtan Benefits)
1. હળદર અને બેસન ત્વચાના રંગને સાફ કરે છે અને નેચરલ ચમક લાવવામાં મદદરુપ છે.
2. તડકાના લીધે કાળી પડેલી ત્વચા (Skin)નો નિખાર પાછો લાવે છે.
3. મૃત ત્વચા કોષોને અને અવાંચ્છીત વાળને દૂર કરવામાં સહાયક છે.
શી રીતે બનાવશો ઉબટન? (Ubtan Recipe)
ઉબટન બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.
સામગ્રી
2 મોટી ચમચી બેસન (ચણાનો લોટ)
અડધી નાની ચમચી હળદર
1 નાની ચમચી ચંદન પાવડર
2 થી 3 મોટી ચમચી કાચું દૂધ અથવા દહીં
દોઢ નાની ચમચી સરસવનું તેલ અથવા બદામનું તેલ
પાણી અને ગુલાબજળ આવશ્યકતા અનુસાર

બનાવવાની વિધિ (Ubtan Recipe)
1. એક કાચ અથવા તો પ્લાસ્ટિકના બાઉલમાં બેસન, હળદર અને ચંદન પાવડર (Besan, Turmeric, Sandalwood Powder)ને સારી રીતે મિક્સ કરી લો.
2. હવે એમાં કાચું દૂધ અને તેલ (Raw Milk & Almond Oil) મિક્સ કરો. એની એક સ્મૂધ પેસ્ટ બનાવવાની રહેશે.
3. આ તમામ વસ્તુઓને ચમચીથી ત્યાં સુધી ફેંટવી જ્યાં સુધી એની એક ગાઢ અને સ્મૂધ પેસ્ટ ન બની જાય! આ પેસ્ટ વધારે પાતળી ન હોય એનું ધ્યાન રાખવું નહિં તો એ ચહેરા પર ટકશે જ નહિં!
પ્રયોગ કરવાની વિધિ (Ubtan Recipe Usage)
1. સૌપ્રથમ ચહેરા અને ગરદનને પાણી વડે સ્વચ્છ કરી લેવા.
2. ત્યારબાદ બનાવેલા ઉબટનને આખા ચહેરા અને ગરદન પર લગાવવું. 15-20 મિનિટ એ થોડું સુકાય ત્યાં સુધી રહેવા દેવું.
3. ઉબટન હળવું સુકાય એટલે હાથમાં થોડું પાણી કે ગુલાબજળ (Rose Water) લગાવીને ચહેરા પર સર્ક્યુલર મોશનમાં હળવા હાથે મસાજ કરીને દૂર કરવું.
4. આમ કરવાથી એ ડેડ સ્કિન અને અવાંચ્છિત વાળને પણ દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.
5. અંતે સાદા પાણીથી ચહેરો અને ગરદન સાફ કરી લેવા. ધ્યાન રાખવું કે ઉબટન લગાવ્યા બાદ તરત જ સાબુ અથવા ફેસ વૉશ (Face Wash) ન વાપરવો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: સંતરાની છાલથી બનાવો ઘરગથ્થુ ફેસપેક…એને લગાવવાથી વધી જશે તમારી ત્વચાનો નિખાર..!
આ પણ વાંચો: ગરદન, કોણી અને અન્ય ભાગોની ત્વચાની કાળાશ દૂર કરવા માટે શું લગાવશો? જાણીએ ક્લિનિંગ ટિપ્સ..!
આ પણ વાંચો: મેનીક્યોર-પેડિક્યોર કરાવ્યા પછી ભૂલથી પણ ન કરો આ 5 કામ; નહિતર હાથ-પગની ત્વચા પડી જશે કાળી!
