Lifestyle/ કેવળ 1 કપ ઘઉંના લોટથી બનશે 1 કિલો ગુંદરના લાડુ…હાડકાંનો કટ-કટ અવાજ થશે દૂર..!

ફક્ત 1 કપ ઘઉંમાં ગુંદર, ડ્રાય ફ્રુટ્સ અને દેશી ઘી મિક્સ કરીને તમે આખા પરિવાર માટે હલવાઈ સ્ટાઈલ 1 કિલોગ્રામ જેટલા દાણેદાર અને પૌષ્ટિક લાડુ (Gond Ladoo)…

Trending Food Health & Fitness Lifestyle
Gond Ladoo...સાંધા અને હાડકાંની નબળાઇ કરો દૂર..!

Lifestyle: જો તમે પણ આંતરે દિવસે હાડકાંમાં નબળાઇ મહેસૂસ કરતા હો તો આજે અહિં તમને એનો એક સ્વાદસભર ઈલાજ દર્શાવી રહ્યાં છીએ…એમાં તમારે દવા નથી ખાવાની પણ મસ્ત મજાના લાડુ (Gond Ladoo Recipe) ખાવાના છે! ઘરમાં જ રહેલા ઘઉંના લોટમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને તમે આ શક્તિવર્ધક લાડુ બનાવી શકો છો.

હાડકાંમાંથી કટ-કટ અવાજ આવે છે? (Joints & Bones Problem)

આજકાલના સાંપ્રત સમયમાં પોષણની ઉણપ, અયોગ્ય ખાણી-પીણી અથવા તો શરીરમાં કૅલ્શિયમ અને વિટામિન-ડીની કમીના કારણે મોટાભાગે સાંધા અને હાડકાંમાંથી કટ-કટ એવો અવાજ આવતો હોય છે. આ ઉપરાંત, કમર દર્દ, ઢીંચણ પકડાઈ જવા અને દિવસભર સુસ્તી અને નબળાઇ (Weakness) મહેસૂસ કરવી એ એક સામાન્ય બાબત છે. જો તમને પણ આ જ સમસ્યા છે તો તમારે માર્કેટમાં મળતી મોંઘીદાટ દવાઓ લેવાના બદલે કિચનમાં જ ઉપલબ્ધ વસ્તુઓમાંથી એક સિદ્ધ નુસખો અજમાવી શકો છો.

ફક્ત 1 કપ ઘઉંમાં ગુંદર, ડ્રાય ફ્રુટ્સ અને દેશી ઘી મિક્સ કરીને તમે આખા પરિવાર માટે હલવાઈ સ્ટાઈલ 1 કિલોગ્રામ જેટલા દાણેદાર અને પૌષ્ટિક લાડુ (Gond Ladoo Recipe) તૈયાર કરી શકો છો. ખાવાના ગુંદરમાં રહેલા કુદરતી ગુણ હાડકાને ગ્રીસ કરશે અને સાંધાના દર્દને જડમૂળથી નાબૂદ કરવામાં મદદરુપ થશે. તો ચાલો જાણીએ એને બનાવવાની સરળ વિધિ…

શી રીતે બનાવશો ગુંદરના લાડુ? (Gond Ladoo Recipe)

આ હૅલ્ધી વ્યંજન (Healthy Sweet) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

ગુંદરના લાડુની સામગ્રી

સામગ્રી

1 કપ ઘઉંનો લોટ

1/2 કપ ગુંદર

1 કપ કોપરાનું ડ્રાય છીણ

1/2 કપ સમારેલા બદામ-કાજુ

1 કપ દેશી ઘી

1.5 કપ ગોળ અથવા દળેલી સાકર (બૂરુ ખાંડ)

મખાના પાવડર (વૈકલ્પિક)

1/2 ચમચી સૂંઠ અથવા જાયફળ પાવડર

ગુંદરના લાડુ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક કડાઇમાં 2 મોટા ચમચા દેશી ઘી ગરમ કરો અને ઘી ગરમ થાય એટલે ધીમા તાપે સતત હલાવતા રહીને ગુંદરને તળી લેવો. ગુંદર પૉપકોર્નની જેમ સફેદ અને ક્રિસ્પી બની જશે.

2. ગુંદર કાઢી લેવો અને એ જ ઘીમાં કાજુ, બદામ અને સૂકા કોપરાના છીણ (Dry Fruits & Coconut Powder)ને હળવા સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લેવા.

3. શેકેલા ગુંદરને થોડી વાર ઠંડો થવા દેવો અને પછી એક વાડકી ઊંધી કરીને એના વડે અથવા તો ખલદસ્તામાં અધકચરું ક્રશ કરી લેવું. મિક્સરમાં વાટશો તો લાડુ દાણેદાર બનશે નહિં.

4. કડાઈમાં થોડું ઘી નાખો અને 1 કપ ઘઉંનો લોટ ધીમા તાપે શેકી લેવો અને સરસ સુગંધ આવે ત્યારે ગૅસ બંધ કરી દેવો.

5. હવે આ શેકાયેલા લોટમાં અધકચરું વાટેલું ગુંદર, શેકેલા ડ્રાય ફ્રુટ્સ, મખાના પાવડર (Makhana Powder) અને 1/2 ચમચી સૂંઠ અથવા જાયફળ પાવડર (Nutmeg Powder or Dry Ginger Powder) ઉમેરવો.

6. આ મિશ્રણ જ્યારે હળવું ગરમ હોય ત્યારે એમાં સમારેલો ગોળ કે ખડી સાકરનો ભૂકો (બૂરુ ખાંડ) ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

7. હવે થોડું-થોડું મિશ્રણ હાથમાં લઇને એના ગોળ દાણેદાર લાડુ બનાવી લો. એને એરટાઇટ ડબ્બામાં ભરીને રાખવા. રોજ સવારે 1 ગ્લાસ ગરમ દૂધ સાથે 1 લાડુ ખાવો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો: ડિનરમાં ભાત ખાવા કે પછી ઘઉંની રોટલી? સ્વાસ્થ્ય અને ગાઢ નિંદ્રા માટે શું યોગ્ય છે જાણો…