Kanpur News: કાનપુરમાં ટ્રાફિક (traffic) નિયમનની કામગીરી દરમિયાન એક કાર ચાલકે TRB જવાનને કારના બોનેટ પર (Kanpur Traffic Police Case) ઢસડી દીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચાલકે વાહન રોકવાને બદલે કાર ભગાવી દીધી હતી અને ટીઆરબી જવાન બોનેટ પકડીને લટકતા રહ્યા હતા. પોલીસે બાદમાં વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે તેને શોધી કાઢી કેસ નોંધ્યો છે.
traffic નિયમન કરી રહેલા ટીઆરબી જવાનને કાર ચાલકે ઘસડ્યો
ટ્રાફિક નિયમન કરી રહેલા ટીઆરબી જવાન પાસે કાર ચાલકે કાર હંકારી હતી અને જેવા TRB કારના બોટેન ઉપર પડ્યા કે કાર ઉભી રાખવાને બદલે કાર ચાલકે કાર રોડ પર હંકારી દિધી હતી. ટીઆરબી જવાને પોતાનો બચાવ કરવા કારના બોનેટનો સહારો લીધો હતો. જોકે, ચાલકે વાહન રોકવાને બદલે તેને આગળ દોડાવ્યું હતું. પરિણામે ટીઆરબી જવાન ચાલતી કારના બોનેટ પર લટકેલી સ્થિતિમાં જોવા મળ્યા હતા.
રજિસ્ટ્રેશન નંબરથી પોલીસ આરોપી સુધી પહોંચી
ઘટના બાદ પોલીસે વાહનની ઓળખ માટે તેના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કર્યો હતો. વાહન નંબરના આધારે તપાસ આગળ વધારવામાં આવી અને કારચાલકની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે વાહનચાલક સામે કેસ (Driver Arrest Case) નોંધ્યો છે. આરોપી સામે કઈ-કઈ કાનૂની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજકોટમાં પોલીસ સાથે બબાલ અને ટીઆરબી જવાનને લાફો મારનાર બે સગાભાઈઓની ધરપકડ.
આ પણ વાંચો: પ્રેમ, મૈત્રી કરાર અને દગો: અમદાવાદમાં ટીઆરબી જવાન સામે દુષ્કર્મની ફરિયાદ
આ પણ વાંચો: રાજ્યના ટીઆરબી જવાનોનું દૈનિક વેતન રૂ.300થી વધારીને રૂ.450 આપવા નિર્ણય
