Rajkot Police Vehicle Checking Clash and Arrest: રાજકોટમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ અને બે યુવકો વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. ઘંટેશ્વર ટી-પોઇન્ટ નજીક ટ્રાફિક ચેકિંગ દરમિયાન પોલીસે ડબલ સવારીમાં જઈ રહેલા બે વ્યક્તિઓને રોક્યા હતા. આ દરમિયાન વાહનના દસ્તાવેજો માંગવામાં આવતા બંને ઉગ્ર બની ગયા હોવાનો પોલીસનો આરોપ છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ ટ્રાફિક પોલીસની ટીમ શનિવારે સવારે ઘંટેશ્વર વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક બાઈક પર બે વ્યક્તિઓ આવતા પોલીસે તેમને રોક્યા હતા. પોલીસે વાહનના જરૂરી દસ્તાવેજો બતાવવા અને નામ પૂછ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે, વાહનચાલકે દસ્તાવેજો બતાવવાનો ઇનકાર કર્યો હતો અને પોલીસ સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ પાછળ બેઠેલા વ્યક્તિએ પણ પોલીસ કર્મચારીઓ સાથે કથિત રીતે ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ છે.

Police ને ધમકી આપ્યાનો આરોપ
પોલીસ(Police) ફરિયાદમાં જણાવ્યા મુજબ, બંને વ્યક્તિઓમાંથી એકે પોલીસકર્મીઓને ધમકી આપી હોવાનો આરોપ છે. તેણે પોલીસકર્મીઓ સાથે ઉગ્ર વર્તન કરીને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે.
આ દરમિયાન મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, TRB જવાનને થપ્પડ મારવામાં આવી હતી. ત્યારબાદ એક વ્યક્તિએ રસ્તા પરથી પથ્થર ઉઠાવી પોલીસ કર્મચારી તરફ મારવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ છે. પોલીસ કર્મચારીઓએ સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપી અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બંને સગાભાઈની ધરપકડ
સમગ્ર ઘટનાને લઈને ગાંધીગ્રામ પોલીસ(Police) સ્ટેશનમાં ફરજમાં અડચણ, પોલીસ કર્મચારી સાથે મારામારી અને ધમકી સહિતની ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને બંને સગાભાઈઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના(Police) જણાવ્યા પ્રમાણે, ઘટનામાં સામેલ વ્યક્તિઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. દરમિયાન, પોલીસને ધમકી આપવાના આરોપી તરફથી બાદમાં માફી માંગવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. હવે તપાસમાં સમગ્ર ઘટનાની હકીકત અને આરોપોની પુષ્ટિ કયા પુરાવાઓથી થાય છે તે મહત્વનું રહેશે.
આ પણ વાંચો:વડોદરાની પોલીસ ચોકીમાં હંગામો: યુવતીએ યુવકને મારી થપ્પડ, તાંત્રિક વિધિ અને ત્રાસના ગંભીર આક્ષેપ
આ પણ વાંચો:પંચમહાલમાં ગુરુ-શિષ્યનો સંબંધ લજવાયો! શહેરામાં વિદ્યાર્થીએ મહિલા શિક્ષિકાને થપ્પડ ઝીંકી
