Kutch News : કચ્છના આદિપુરમાં કોલેજના વિદ્યાર્થીની લુખ્ખાગીરી સામે આવી છે. આ બનાવની વિગત મુજબ આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પ્રિન્સિપાલને જાહેરમાં થપ્પડ મારતા ચકચાર મચી છે. પ્રિન્સિપાલે પાર્કિંગમાં બેસવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા વિદ્યાર્થીએ હુમલો કરી દીધો હતો. કોલેજના સીસીટીવીમાં આ સમગ્ર બનાવ કેદ થયો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા કોલેજ સંકુલમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા અને કોલેજના 1 હજાર વિદ્યાર્થીઓ પ્રિન્સપાલના સમર્થનમાં પોલીસ સ્ટેશન રજૂઆત માટે પહોંચ્યા હતા.
પોલીસે આ મામલે બે વિદ્યાર્થી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક વિદ્યાર્થીએ કોલેજના પ્રિન્સિપાલ સુશીલ ધરમાનીને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. બીજીતરફ પ્રિન્સિપાલના સમર્થનમાં જ્યારે આજે એક હજાર જેટલા સ્ટુડન્ટ રસ્તા પર ઉતાર્યા હતા. તેઓએ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી કાર્યવાહીની માગ કરી હતી.કોલેજની પાછળના પાર્કિંગ એરિયામાં આ ઘટના બની હતી, જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ અસભ્ય રીતે બેઠા હોવાની ફરિયાદ મળી હતી. પ્રિન્સિપાલ સુશીલ ધરમાની ત્યાં પહોંચ્યા અને વિદ્યાર્થીઓને ત્યાંથી જવાનું કહ્યું હતું. આ દરમિયાન એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રિન્સિપાલ કંઈ સમજે એ પહેલા જ થપ્પડ મારી દીધી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં આ હુમલાને લઈને રોષ ફેલાયો છે.
પ્રિન્સિપાલના સમર્થનમાં મંગળવારે લગભગ 1000 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકઠા થઈને આદિપુર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢી હતી, આ ઘટનામાં તેમણે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પ્રિન્સિપાલના સમર્થનમાં વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો હતો. જેને લઈને સમગ્ર વિસ્તારમાં હુમલો કરનાર સ્ટુડન્ટ પર ફિટકાર વરસી રહી છે.
કોલેજના અધિકારી લક્ષ્મણ લાલવાણીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ મામલે હજુ સુધી કોઈ ફોર્મલ ફરિયાદ નોંધાઈ નથી. એમ આદિપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું. તેમ છતાં, પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ ઘટના માત્ર એક કોલેજ સુધી મર્યાદિત નથી રહી, પરંતુ સમગ્ર શિક્ષણ જગતમાં ચિંતાનો વિષય બની છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ પ્રકારની ઘટનાઓને ગંભીરતાથી લેવાની અને શિક્ષણ સંસ્થાઓમાં શિસ્ત જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આદિપુરની તોલાણી કોલેજમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને મારેલી થપ્પડ મામલે બે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ સુશીલ ધરમાનીએ લખાવેલી ફરિયાદ મુજબ ગઈકાલ બપોરે કોલેજમાં અભ્યાસનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતાં કાર પાર્કિગ વાળી જગાએ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચી બેસેલ હોય એ બાબતે પૂછવા જતા આરોપીઓ પૈકી અંજારના ખેડોઇ ગામના અર્વસિંહ જાડેજાએ તમારા કલ્પેશ સાહેબને સખણા રહેવા કહ્યું હતું જ્યારે અંજારના ખોખરા ગામના રાજવીરસિંહ મોહનસિંહ ચાવડાએ તમે મને કોલેજમાં બેન્ચ ઉપર વ્યવસ્થિત બેસવાનું કહી મારો ઈગો હર્ટ કરેલ છે. આ માટે તમે મારી જાહેર માફી માંગજો, હું બેન્ચ ઉપર બેઠો હોઉં ત્યારે ત્યાં આવીને માફી માંગજો, હું વ્યવસ્થિત નહીં બેસું. એમ કહી ઉશ્કેરાઈને જોરદાર થપ્પડ મારી દીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે મારામારી, ફરજમાં રુકાવટ સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:CCI એ મારુતિ સુઝુકીને 200 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ ?
આ પણ વાંચો:મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ
આ પણ વાંચો:નવા નિયમોથી ભાવમાં વધારો થશે, મારુતિ સુઝુકીએ આપી ચેતવણી
