Lifestyle: સોશિયલ મીડિયામાં એવા કેટલાય શબ્દો ટ્રેન્ડ (Trend)કરી રહ્યાં છે જે દરરોજ આપણી આંખ નીચેથી પસાર થાય છે પણ એનો મતલબ ઘણા લોકો હજુ સુધી જાણતા નથી. આ પૈકીના કેટલાક શબ્દોને કેમ્બ્રિજ ડિક્શનરીમાં સ્થાન પણ મળી ચૂક્યું છે!! સાંભળવામાં ‘જરા હટ કે’ લાગતા જેન ઝી (Gen Z)ના આ ટ્રેન્ડિંગ શબ્દોના અર્થ તમે જાણો છો ખરા?
જેન ઝી અને જેન આલ્ફા દ્વારા, સોશિયલ મીડિયા પર જુદા-જુદા શબ્દપ્રયોગો કરવામાં આવી રહ્યાં છે જેમાંથી અનેક શબ્દોના અર્થ તમને કોઈ ડિક્શનરીમાં શોધ્યા નહિં જડે! પરંતુ હવે આ ટ્રેન્ડિંગ શબ્દોને કેમ્બ્રિજ ડિક્શનરીમાં સ્થાન મળી ચૂક્યું છે. Delulu, Lewk, Skibidi, Rizz, Tradewife, Inspo તથા Mouse Jiggler…આ શબ્દોને કેમ્બ્રિજ ડિક્શનરી (Cambridge Dictionary)ના ઓનલાઇન એડિશનમાં એન્ટ્રી મળી ગઇ છે! એનો અર્થ એ છે કે, આ નવા સોશિયલ મીડિયા વર્ડઝ (Social Media Words)ને હવે કેમ્બ્રિજ ડિક્શનરીમાં સર્ચ કરીને તમે જોઇ શકાશે!

સોશિયલ મીડિયાના ટ્રેન્ડિગ શબ્દો અને ભાવાર્થ
Delulu
‘ડેલુલુ’ એ ડિલ્યુઝન શબ્દનું સંક્ષિપ્ત સ્વરુપ (Short Form) છે. જે વ્યક્તિ ભ્રમણામાં રાચ્યા કરે છે અને મોટાભાગે, શેખચલ્લી જેવા ભ્રામક ખયાલોમાં રહેતી હોય તો એને ‘ડેલુલુ’ કહે છે. દાખલા તરીકે, કોઇ તદ્દન અજાણ્યા માણસને ઉલ્લેખીને જો કોઈ વ્યક્તિ એવું બોલતી હોય કે, એક દિવસ આ મારો ખાસ દોસ્ત હશે, તો આવી વ્યક્તિને તેના મિત્રવર્તુળમાં ‘ડેલુલુ’ તરીકે ઓળખવામાં આવે છે.
Lewk
કોઈની પ્રશંસા કરવી હોય તો હવે લાંબુલચક બોલવાની જરુર નથી. દરેક બાબતના શોર્ટકટ શોધતી જેન ઝી (Gen Z)યુવાપેઢી દ્વારા કોઈના વખાણ કરવા માટેનું શૉર્ટ ફૉર્મ એવો ‘લ્યૂક’ શબ્દ એક નવો આવિષ્કાર છે! આ શબ્દનો ઉપયોગ આજકાલ જેન ઝી ઘણા અંશે કરતી જોવા મળે છે.
Skibidi
આ શબ્દ કોઇ ખાસ હેતુ વિના પણ પ્રયોજવામાં આવે છે, જેનો આમ જોઇએ મતલબ થાય છે કૂલ અથવા તો ખરાબ! આ શબ્દ એનિમેટેડ સિરીઝ બનાવનારાઓની દેન છે.
Rizz
‘રિઝ’ એ વ્યક્તિનો કરિશ્મા કેવો છે એની તરફ ઈશારો કરે છે. કોઈ પણ વ્યક્તિની રોમેન્ટિક દ્રષ્ટિએ આકર્ષિત કરવાની ક્ષમતાને સંક્ષિપ્ત સ્વરુપ (Short Form)માં ‘રિઝ’ કહેવાય છે. દાખલા તરીકે, કોઈ યુવક એના મિત્રને એવું કહે કે, “યાર! હું જેટલી પણ છોકરીઓને મળ્યો છું એ બધામાં આ છોકરીનો ‘રિઝ’ સૌથી કમાલનો છે!” આનો અર્થ એ છે કે, એ કોઈ યુવતીના ગજબનાક આકર્ષણ વિશે વાત કરી રહ્યો છે. આજકાલ, ઘણી તસવીરોની નીચે કૅપ્શનમાં ‘ઑટો રિઝ’ એવું પણ લખેલું જોવા મળે છે!

Tradewife
એક પરીણિત મહિલા જો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતી હોય પરંતુ, મુખ્યત્વે ઘર સંભાળવાનું કાર્ય કરતી હોય, રસોઈ બનાવતી હોય તથા બાળકોની સંભાળ લેતી હોય તો એને સંક્ષિપ્તમાં ‘ટ્રેડવાઇફ’ કહેવામાં આવે છે. જેન ઝી દ્વારા આવી પરંપરાને અનુસરતી ઘરેલુ પત્નીને શૉર્ટ ફૉર્મમાં ‘ટ્રેડવાઇફ’ તરીકે સંબોધવામાં આવે છે.
Inspo
કોઈ પ્રેરણાદાયક વિચાર માટે જેન ઝી દ્વારા આ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. ઇનસ્પિરેશન શબ્દનું આ શૉર્ટ ફૉર્મ છે, જેને આજકાલ કોઈ આઇડિયાથી ઇનસ્પાયર થવા માટે વાપરવામાં આવે છે, જેમ કે આઉટફિટ ઇન્સ્પો અથવા હેર ઇન્સ્પો!
Mouse Jiggler
હવેના સમયમાં વર્ક ફ્રોમ હોમ (Work from Home)ની નવાઈ જ રહી નથી! વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાંથી જન્મેલા આ શબ્દનો અર્થ છે કોઈ એવું ડિવાઇસ કે સૉફ્ટવેર કે જેનાથી કમ્પ્યુટરનું માઉસ આપમેળે જ હલ્યા કરે છે. એવું પણ કહેવાય છે કે, માઉસ જિગલર ની સહાયતાથી વ્યક્તિ હંમેશાં ઓનલાઇન જ દેખાય છે!
આ પણ વાંચો:સુરતના યુવાનોની અદભૂત શોધ, AI સંચાલિત ‘ગરૂડા’ બાઇક ટેક્નોલોજીના એક નવા યુગની શરૂઆત!
આ પણ વાંચો:યુવાનો માટે ખુશખબર આજથી 1 લાખ કરોડ રૂપિયાની યોજના લાગુ થશે, 15 હજાર રૂપિયા મળશે, PM મોદીની ઘોષણા!
આ પણ વાંચો:બ્રેકઅપ બાદ ભૂલથીયે ના કરશો આવી ભૂલો, જાતને સંભાળવાનું અઘરું બનશે!
