Bharuch/ દિલ્હીના એક શખ્સની હત્યા કરાઈ અને તેનો મૃતદેહ મળ્યો ગુજરાતમાં, આવી સામે એક ચોકવાનારી ઘટના

આજના જમાનામાં કોઈ નાનું કારણ હોય કે મોટા ઝગડા થતા હોય, કે પછી રૂપિયાની લેતી દેતી કે પ્રેમસંબંધ હોય, કે જેમાં વ્યક્તિની હત્યા કરવાની ઘટનાઓમાં દરરોજ સામે આવી રહી છે,

Gujarat Others

આજના જમાનામાં કોઈ નાનું કારણ હોય કે મોટા ઝગડા થતા હોય, કે પછી રૂપિયાની લેતી દેતી કે પ્રેમસંબંધ હોય, કે જેમાં વ્યક્તિની હત્યા કરવાની ઘટનાઓમાં દરરોજ સામે આવી રહી છે, ત્યારે આ જ પ્રકારની ચોકવાનારી ઘટના સામે આવી છે.

આ ચોકાવનારી ઘટના પર નજર કરીએ તો, દિલ્હીમાં એક શખ્સની હત્યા કર્યા બાદ તેની લાશને ગુજરાતમાં સગેવગે કરવામાં આવી હતી. મળતા અહેવાલ મુજબ, રાજધાની દિલ્હીના મૉડલ ટાઉનમાં બિઝનેસમેનની હત્યા તેની જ પ્રેમિકાએ તેની માતા અને ભાવિ પતિ સાથે મળીને કરી દીધી હતી.

જો કે આ લોકોએ તેની હત્યા તો કરી, પરંતુ હત્યા કર્યા બાદ પોલીસથી બચવા માટે આરોપીઓએ નીરજ નામના બિઝનેશમેનની લાશ સૂટકેસમાં ભરીને ટ્રેનમાં બેસીને ગુજરાતના ભરુચમાં ઠેકાણે લગાવી દીધી હતી. આમ છતાં પોલીસ ત્રણેય આરોપીઓ સુધી પહોંચી ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૃતક બિઝનેસમેન નીરજ પોતાની ઑફિસમાં કામ કરી રહેલી ફૈઝલ નામની યુવતીને પ્રેમ કરતો હતો. નીરજના 10 વર્ષથી ફૈઝલ સાથે અનૈતિક સબંધો હતા અને બન્ને લગ્ન પણ કરવા માંગતા હતા. જો કે ફૈઝલના પરિવારજનોને તેમનો સબંધ મંજૂર નહતો. ત્યારબાદ ફૈઝલે નીરજે આદર્શનગરના કેવલ પાર્કમાં પોતાના ઘરે બોલાવ્યો હતો. જ્યાં નીરજની મુલાકાત ફૈઝલની માતા શાહીન નાઝ અને જુબૈર સાથે થઈ હતી. નીરજ અને ફૈઝલના પરિવારજનો વચ્ચે તેમના સબંધને લઈને બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જુબૈરે નીરજના માથે ઈંટ ફટકારીને ચાકુથી તૂટી પડ્યો હતો. જેમાં નીરજનું મોત થયું હતું.