Vadodara/ SSG હોસ્પિટલ ફરી વિવાદોમાં, હવે સિક્યુરીટીએ દર્દીના સ્વજન સાથે કરી મારામારી

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં કોરોના કાળમાં લાગેલી આગની ઘટના હોય કે હોસ્પિટલમાં સફાઈને લઈ વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે.

Gujarat Vadodara

વડોદરામાં આવેલી સયાજી હોસ્પિટલમાં કોરોના કાળમાં લાગેલી આગની ઘટના હોય કે હોસ્પિટલમાં સફાઈને લઈ વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે ફરી એકવાર વિવાદમાં આવી છે.

હવે સયાજી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સની દાદાગીરીના વીડિયો સામે આવ્યા છે, જ્યાં સિક્યુરિટી ગાર્ડ્સ દર્દી સાથે આવેલા સંબંધીને લાકડી વડે ફટકારતા નજરે ચડ્યા હતા. જો કે વીડિયો વાયરલ થતાં લોકોમાં રોષની લાગણી પ્રવર્તી છે. અને હોસ્પિટલની આ દાદાગીરી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, સિક્યોરિટી કર્મચારીઓ દર્દીના સંબંધીને બેરહેમીથી ફટકારતાં નજરે પડી રહ્યો છે. સિક્યુરિટી કર્મીઓ દર્દીના સંબંધી પર લાકડી લઈ તૂટી પડ્યા હતા. સાથે જ સંબંધીને લાંફા પણ ઝીંક્યા હતા. સમગ્ર વીડિયોમાં એક મહિલા આજીજી કરતી રહી પણ, સિક્યુરિટી કર્મીઓએ તેના સંબંધી પર દંડાવાળી ચાલુ જ રાખી હતી. જોકે, સમગ્ર વીડિયો મામલે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટે તપાસ શરૂ કરી છે.