ઇમર્જન્સી/ સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્કના ખાતાધારકોમાં ભીતિ, ઉપડ્યા આટલા કરોડ રૂપિયા

સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્ક ઉપર RBIએ અંકુશ મુક્યા બાદ તેના ખાતા ધારકોમાં ચિંતા વ્યાપી છે.  ખાતા ધારકોને ચિંતા છે કે બેંક બંધ થશે તો તેમના રૂપિયાનું શું…? અને બેન્કના ખાતા ધારકોએ બેન્કમાંથી પૈસા ઉપાડવા પડાપડી શરુ કરી મૂકી છે

Top Stories Business

સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેન્ક ઉપર RBIએ અંકુશ મુક્યા બાદ તેના ખાતા ધારકોમાં ચિંતા વ્યાપી છે.  ખાતા ધારકોને ચિંતા છે કે બેંક બંધ થશે તો તેમના રૂપિયાનું શું…? અને બેન્કના ખાતા ધારકોએ બેન્કમાંથી પૈસા ઉપાડવા પડાપડી શરુ કરી મૂકી છે.

લક્ષ્મી વિલાસ બેન્કની વિવિધ શાખાઓમાંથી બુધવારની સવારથી જ થાપણ ઉપાડવા ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ખાતાધારકોએ 10 કરોડ રૂપિયાથી વધારે થાપણ ઉપાડી લીધી છે. રિઝર્વ બેન્કે મંગળવારે આ બેન્કને એક મહિનાના મોરેટોરિયમમાં ધકેલી દીધી છે તેની સાથે જ ખાતા દીઠ માસિક રૂ.25 હજારની ઉપાડ મર્યાદા પણ નક્કી કરી છે. જેને પગલે ગ્રાહકો નાણાં ઉપાડ પડાપડી કરી રહ્યા છે.

વાયુ પ્રદુષણ / નાસાનો ખુલાસો, ઉદ્યોગોમાંથી નીકળતા ધુમાડામાં 20% ઘટાડો…

બેન્કના એડમિનિસ્ટ્રેટર ટી.એન. મનોહરને આજે આ માહિતી આપી છે. તેમણે કહ્યુ કે, બેન્કની બ્રાન્ચોમાં ભારે ભીડ જોવા મળી રહી છે અને થાપણ ઉપાડવા લોકોનો ભારે ધસારો છે. અફવાઓના કારણે ગ્રાહકો નાણાં ઉપાડી રહ્યા છે. તેમણે કહ્યુ કે, બેન્કની બ્રાન્ચોમાંથી નાણાંની ઉપાડ હજી વધી શકે છે તેનાથી દબાણ આવશે. જેને ધ્યાનમાં રાખતા બેન્ક સિનિયર સિટીઝન, મહિલાઓ, દિવ્યાંગ વગેરે ખાતાધારકો માટે અલગ-અલગ સ્પેશિયલ કાઉન્ટર બનાવવા વિચારી રહી છે.

Chinese dragon / શ્રમિકોના પગાર ધોરણમાં પણ ચીનની અવળચંડાઈ, પાકિસ્તાની શ્રમિકો…

વધુમાં તેમને જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્કનું મોરેટોરિયમ 30 દિવસનું છે અને અમને વિશ્વાસ છે કે ત્યાં સુધીંમાં અમે સામાધાન સુધી પહોંચી જઇશુ. ડીબીએસ એ તેની માટે પ્રોસેસ શરૂ કરી દીધી અને તે 2500 કરોડ રૂપિયા સુધીનું આરંભિક મૂડીરોકાણ કરી શકે છે.

રિઝર્વ બેન્કે લક્ષ્મી વિલાસ બેન્કના ખાતાધારકો માટે માસિક ઉપાડની મર્યાદા 25 હજાર રૂપિયા નક્કી કરી છે. મુશ્કેલીના સમયમાં 5 લાખ રૂપિયા સુધી ઉપાડી શકાય છે. જેમાં મેડિકલ ઇમર્જન્સી, લગ્ન, શિક્ષણ અને અન્ય ખર્ચાઓ માટે આટલી મોટી રકમ ઉપાડવાની મંજૂરી મળશે, જો કે તેની માટે ખાતાધારકોએ કેટલાક પુરાવા આપવા પડશે.

નોબલ પુરસ્કાર / શું આ વર્ષે નોબલ શાંતિ સમારોહ યોજાશે ? કોને મળશે આ પુરસ્કાર,…