Surat News: સુરતના પોશ વિસ્તાર પીપલોદમાં આવેલી જાણીતી ચારકોલ રેસ્ટોરન્ટમાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટનાએ મહિલાઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમની વેન્ટિલેશન જાળી પર ગુપ્ત રીતે મૂકેલો મોબાઈલ ફોન રેકોર્ડિંગ કરતો ઝડપાયો, જેની પાછળ સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાનો હાથ હોવાનું સામે આવ્યું. આ ઘટનાએ રેસ્ટોરન્ટની સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સ્થળોએ મહિલાઓની ગોપનીયતા પર ચર્ચા ઉભી કરી છે.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક મહિલા ગ્રાહકે વોશરૂમમાં પ્રવેશતાં વેન્ટિલેશન જાળી પર કંઈક અસામાન્ય જોયું. સાવચેતીથી તપાસતાં તેને એક મોબાઈલ ફોન મળ્યો, જે વીડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. આ દૃશ્યથી ચોંકી ગયેલી મહિલાએ તાત્કાલિક રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને જાણ કરી, જે બાદ ઉમરા પોલીસને બોલાવવામાં આવી. પોલીસે તુરંત કાર્યવાહી કરી, મોબાઈલ જપ્ત કર્યો અને તપાસ શરૂ કરી.

પોલીસે રેસ્ટોરન્ટના CCTV ફૂટેજની તપાસ કરી, જેમાં સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા (ઉં. 30, ઝારખંડ) શંકાસ્પદ હલનચલન કરતો જોવા મળ્યો. રેકોર્ડિંગના સમયના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો. સુરેન્દ્ર રાણા છેલ્લા બે વર્ષથી ચાર્કોલ રેસ્ટોરન્ટમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરે છે, અને તેનો નાનો ભાઈ પણ ત્યાં જ નોકરી કરે છે. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ જપ્ત કર્યો. આરોપીના મોબાઈલમાં અનેક આપત્તિજનક વીડિયો અને પોર્ન ફિલ્મો જોવાની ગૂગલ હિસ્ટ્રી મળી, જે તેની વિકૃત માનસિકતા દર્શાવે છે.
ઉમરા પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરી. DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, “રેસ્ટોરન્ટમાં 50થી વધુ કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 40 પુરુષો છે. અમે તમામના મોબાઈલ તપાસ્યા, અને સુરેન્દ્ર રાણા પર શંકા ગાઢ બની. તેના મોબાઈલમાંથી મળેલા વીડિયો વાયરલ થયા છે કે કેમ, તેની તપાસ ચાલુ છે. આરોપીના ફોનને FSLમાં મોકલવામાં આવશે, અને સ્પાય કેમેરાના ગુમ થયેલા ભાગની શોધખોળ ચાલે છે.” પોલીસ આ રેકેટમાં અન્ય સંડોવણીની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં કેમેરો મળતા મચ્યો હોબાળો, કોલેજમાં વિરોધનો વંટોળ
આ પણ વાંચો:ઓફિસના મહિલા વોશરૂમમાં લગાવ્યો હેડન કેમેરો, અશ્લીલ વીડિયો બનાવવા બદલ ઇન્ફોસિસના કર્મચારીની ધરપકડ
આ પણ વાંચો:નોઈડાના પ્લે સ્કૂલના વોશરૂમમાંથી મળ્યો કેમેરો પછી…
