Andhara Pradesh News/ એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં કેમેરો મળતા મચ્યો હોબાળો, કોલેજમાં વિરોધનો વંટોળ

ગર્લ્સ હોસ્ટેલના (Girls Hostel) વોશરૂમ (Washroom)માં છુપાયેલા કેમેરા (Camera)નો કિસ્સો સામે આવ્યો છે.

Top Stories India Breaking News

Andhara Pradesh News:  ગર્લ્સ હોસ્ટેલના (Girls Hostel) વોશરૂમ (Washroom)માં છુપાયેલા કેમેરા (Camera)નો કિસ્સો સામે આવ્યો છે. ઘટના આંધ્ર પ્રદેશની (Andhara Pradesh) છે. ગર્લ્સ હોસ્ટેલ (Girls Hostel)ના વોશરૂમ (Washroom)માં કેમેરો મળ્યા બાદ અહીં હોબાળો મચી ગયો છે. આ કેસમાં આરોપી કોલેજનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળે છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. થોડા દિવસો પહેલા એક કોફી આઉટલેટના વોશરૂમમાંથી પણ એક છુપો કેમેરા મળી આવ્યો હતો. ત્યારબાદ કાફેનો કર્મચારી આરોપી નીકળ્યો.

hidden camera was found in the bathroom of a girls hostel the accused had 300 obscene videos गर्ल्स हॉस्टल के बाथरूम में कैमरा मिलने से बवाल, आरोपी के पास थे 300 गंदे

કેમેરાની શોધ બાદ આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સ્થિત SR ગુડલાવલેરુ એન્જિનિયરિંગ કોલેજમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. આ ઘટના ગુરુવારે બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હોસ્ટેલની ઘણી વિદ્યાર્થિનીઓ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરતી જોવા મળી હતી. આરોપીઓ સામે કાર્યવાહી કરવા અને કેમ્પસમાં મહિલાઓની સુરક્ષાના પગલાંની માંગણી પણ કરવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે આરોપીની ઓળખ વિજય તરીકે થઈ છે, જે આ કોલેજનો વિદ્યાર્થી હતો. તેમજ તેના લેપટોપમાંથી 300 જેટલા અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસને શંકા છે કે તેણે અન્ય વિદ્યાર્થીઓને પણ વીડિયો વેચ્યા છે. જોકે, વિજયની ધરપકડ અંગેની સ્થિતિ સ્પષ્ટ નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

Online registration for engineering college admissions in Andhra Pradesh from July 1 to 7 - The Hindu

કૅફેમાંથી પણ મળ્યો હતો કૅમેરો
થોડા દિવસો પહેલા જ બેંગલુરુના એક કેફે થર્ડ વેવ કોફીના વોશરૂમમાં એક કેમેરો જોવા મળ્યો હતો. આરોપીએ વોશરૂમના એક સ્ટોલમાં સ્માર્ટફોન કેમેરો છુપાવી રાખ્યો હતો. એવા અહેવાલો છે કે મોબાઈલ મળ્યો ત્યાં સુધીમાં તેના પર લગભગ 2 કલાકનું રેકોર્ડિંગ થઈ ચૂક્યું હતું. ખાસ વાત એ છે કે આરોપીએ ફોનને ફ્લાઈટ મોડ પર રાખીને છુપાવ્યો હતો. બાદમાં ખબર પડી કે ફોન કર્મચારીનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આંધ્રપ્રદેશના પુનઃનિર્માણ માટે કેન્દ્રની સહાય મામલે CM ચંદ્રબાબુ નાયડુ આજે દિલ્હી મુલાકાતે

આ પણ વાંચો: આંધ્રપ્રદેશની રાજધાની હવે નથી હૈદરાબાદ, તેલંગાણા સરકારે ‘લેક વ્યૂ’ને કબજે કરવાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ટેમ્પો પલ્ટી ખાતા સાત કરોડ મળી આવ્યા