ઈંગ્લેન્ડ ભૂતપૂર્વ સુકાની અને લેજન્ડરી ઝડપી બોલર બોબ વિલિસનું 70 વર્ષની વયે બુધવારે નિધન થયું છે. તેઓ ઘણા સમયથી થાયરોઈડ કેન્સરથી પીડાતા હતા. બોબનાં પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રી અને બહેન છે. તેમના પરિવારે નિધનની જાહેરાત કરી છે.
બોબે 90 ટેસ્ટમાં 325 વિકેટ ઝડપી હતી. 1970-71 માં 21 વર્ષની વયે એલન વર્ડનાં સ્થાને એશિઝ સીરિઝ માટે ટીમમાં સામેલ કરાયા હતા. ઈંગ્લેન્ડે આ સીરિઝ 2-0 થી જીતી હતી. લાંબા રનઅપ માટે જાણીતા ઈંગ્લેન્ડનાં પૂર્વ ક્રિકેટર બોબ વિલિસે તેમની આક્રમક બોલિંગથી અનેક બેટ્સમેનોનાં છક્કા છોડાવ્યા હતા. બોબ વિલિસ 1982 થી 1984 દરમિયાન ઈંગ્લેન્ડનાં સુકાની રહ્યા હતા. 1981 માં હેડિંગ્લેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી એશિઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં તેમણે 43 રન આપીને આઠ વિકેટ ઝડપી હતી જે તેમની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
1984 માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તે અગાઉ બોબે 18 ટેસ્ટ અને 29 વન-ડેમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી હતી. વિલિસને 1982 માં ભારતનાં પ્રવાસ માટે ઈંગ્લેન્ડનાં કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. કેપ્ટન તરીકે 18 ટેસ્ટમાં તેમણે સાત વિજય અને પાંચ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે છ મેચ ડ્રો રહી હતી. વિલિસનાં પરિવારમાં પત્ની લૌરેન, પુત્રી કેટી અને ભાઈ ડેવિડ અને બહેન એન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
