Gujarat Weather: ગુજરાતમાં ફરી પાછું ચોમાસું સક્રિય થયું છે. રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો છે.
આજે નવસારી દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અને સુરત, તાપી, નવસારી,અમરેલી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં અન્ય સ્થળો જેવા કે અમદાવાદ, આણંદ, ભરૂચ અને વડોદરામાં છૂટો છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ નર્મદા છોટાઉદેપુરમાં ભારે વરસાદ અને રાજ્યમાં અનેક વિસ્તારમાં ધીમીધારે વરસાદની આગાહી કરાઈ.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામ્યું છે. આજે સવારથી અનેક વિસ્તારોમાં ધીમો-ધીમો વરસાદ થઈ રહ્યો છે. શહેરના એસજી હાઇવે, ગોતા, રાણીપ, નારણપુરા, નવરંગપુરા, બોડકદેવ, બોપલ સહિતના વિસ્તારોમાં સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. ફરી વરસાદનું આગમન થતા ભેજ અને બફારામાંથી રાહત મળી છે.

હાલમાં અનેક સ્થાનો પર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે નવરાત્રિ તહેવારને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરતા ખૈલેયાઓમાં ચિંતા પેઠી છે. નવરાત્રિ તહેવારની યુવાનો આખું વર્ષ રાહ જોત હોય છે. ઢોલ અને ડીજેના તાલે મનમૂકીને રાતભર નાચતા ખૈલેયાના રંગમાં ભંગ પડી શકે છે. જો કે ઉત્સાહી ખૈલેયાઓ વરસાદમાં પણ છત્રી સાથે ગરબાનો આનંદ માણતા હોય છે.
આ પણ વાંચો: આજે દિલ્હી, યુપી-પંજાબ સહિત દેશના આ ભાગોમાં ભારેથી હળવા વરસાદ આગાહી
આ પણ વાંચો: નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો: રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
