Navratri 2024/ નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા

નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રિના દિવસોની આગાહી કરી છે.

Top Stories Gujarat

Navratri 2024: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં નવરાત્રિના દિવસોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વરસાદની સંભાવના છે.

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન હળવા વરસાદની શક્યતા છે. શરદ પૂર્ણિમા પહેલા કેટલાક ભાગોમાં વરસાદની પણ શક્યતા છે. જેમાં દાહોદ, પંચમહાલ, લુણાવાડામાં વરસાદની સંભાવના છે.

બીજી તરફ અંબાલાલ પટેલે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાશે અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એકથી ચાર ઇંચ વરસાદ પડશે.

ત્યારે આ આગાહીથી ગરબા ચાહકો પણ નિરાશ થયા છે. વર્ષમાં એક જ વાર આવતી અને યુવાનોનો પ્રિય તહેવાર એવી નવરાત્રી દરમિયાન વરસાદ ન પડે તે માટે લોકો મા અંબાને પ્રાર્થના પણ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘ગરબાના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત’ નવરાત્રિ મુદ્દે રાજ્ય પોલીસ વડાનું નિવેદન

આ પણ વાંચો:નવરાત્રિની પૂજામાં સ્વચ્છતાનું રાખો ધ્યાન, આ વસ્તુઓ ઘરની બહાર ફેંકો, આવશે પરિવર્તન

 આ પણ વાંચો:શું છે 51 શક્તિપીઠના નિર્માણની કથા? નવરાત્રિના દિવસોમાં જરૂર દર્શન કરો