Navratri 2024/ ‘ગરબાના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત’ નવરાત્રિ મુદ્દે રાજ્ય પોલીસ વડાનું નિવેદન

ગુજરાતના લોકો શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ પર્વ ઉજવી શકે તેવા પ્રયાસ કરવામાં આવશે તેમ DGP દ્વારા જણાવવામાં આવ્યું.

Top Stories Gujarat Others
Cricket Tutorials YouTube Thumbnail 46 3 'ગરબાના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત' નવરાત્રિ મુદ્દે રાજ્ય પોલીસ વડાનું નિવેદન

Gujarat Navratri 2024: નવરાત્રિ મુદ્દે રાજ્ય પોલીસ વડા DGP વિકાસ સહાયનું નિવેદન સામે આવ્યું. પોલીસ વડા DGPએ જણાવ્યું કે નવરાત્રિ શરૂ થવાને હવે થોડા જ દિવસો બાકી છે. પોલીસ પણ નવરાત્રિને લઈને વધુ સતર્ક બની છે. DGP યુવાનોના મનગમતા આ તહેવારમાં અનિચ્છનીય બનાવો ના બને માટે પૂરતું ધ્યાન રાખવામાં આવશે. નવરાત્રિ તહેવારને લઈને પોલીસ સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ છે. ગરબાના સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે DGPએ ગરબા આયોજકોને પણ નિયમોના પાલન માટે સૂચના આપી છે. ગુજરાતના લોકો શાંતિપૂર્ણ રીતે નવરાત્રિ પર્વ ઉજવી શકે તેવા પ્રયાસ કરવામાં આવશે તેમ DGP દ્વારા જણાવવામાં આવ્યું.

મહત્વનું છે કે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી 3 ઓક્ટોબરથી યુવાનોનો મનપસંદ નવરાત્રિ તહેવાર શરૂ થશે. આખુ વર્ષ ખૈલેયાઓ આ તહેવારની રાહ જોતા હોય છે. 9 દિવસ ચાલતા આ પર્વમાં રાત્રે ગરબા અને દાંડિયાની રમઝટ ચાલતી હોય છે. રાજ્યમાં અનેક સ્થાનો પર પાર્ટી પ્લોટ અને મોટી કલબોમાં ગરબાનું આયોજન થતું હોય છે. પ્રખ્યાત ગાયકોની ગાયકીના તાલે ગરબાનો આનંદ લેવાતો હોય છે.

સોસાયટીઓ, કલબ અને પાર્ટી પ્લોટમાં રાત્રે ચાલતા ગરબાના આનંદમાં રંગમાં ભંગ ના પડે માટે પોલીસ સુરક્ષાને લઈને વધુ સર્તક બની છે. ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ સુરક્ષા વ્યવસ્થા માટે ફૂલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી મહિલા સાથે દુઃખદ ઘટનામાં વધારો થયો છે. આથી રોમિયોગીરી કરતા નબીરાઓ કોઈ યુવતી કે મહિલાની છેડતી ના કરે માટે ગરબા આયોજકોને પાર્કિંગ અને આસપાસના ડાર્ક સ્પોટ પર લાઈટો ફરજિયાત લગાવવાની સૂચના આપી છે. આ ઉપરાંત વધુ ગરબા ગ્રાઉન્ડ પર જવાના રસ્તા પર આવતી દુકાનો અને રેસ્ટોરન્ટ પર CCTV લગાવવાના આદેશો આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: નવરાત્રિમાં ગરબા રમવાનો લો આનંદ, પહેરો ઓછા વજનના ચણિયા ચોળી

આ પણ વાંચો: નવરાત્રિમાં હરતાં ફરતાં ‘મહિષાસુરો’નું આવી બનશે, અમદાવાદ શહેર પોલીસનું ફુલપ્રૂફ આયોજન

આ પણ વાંચો: આ વખતે નવરાત્રિ સુધી વરસાદ ભીંજવતો રહેશે, ખેલૈયાઓની મજા બગડી શકે